• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News assign cbi to bhanushali murder demand for aroopi39s wife 061617

ભાનુશાલી હત્યાની તપાસ સીબીઅાઇને સોંપો, ખુદ અારોપીના પત્નીની માગ

Bhuj News - assign cbi to bhanushali murder demand for aroopi39s wife 061617

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાલીના ચકચારી હત્યા કેસમાં મુખ્ય બે અારોપી મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉને પોલીસે દબોચી લીધા છે તેવામાં અા પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા અન્ય અેક અારોપીના પત્નીઅે તેમના પતિ નિર્દોષ હોવાનો દાવો કરતાં સમગ્ર મામલાની તપાસ સીબીઅાઇને સોંપાય તેવી માગ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

હાઇપ્રોફાઇલ મર્ડર કેસમાં જયંતી ભાનુશાલીની તા. 9/1ના ચાલુ ટ્રેને હત્યા થયા બાદ પોલીસે તા. 11/4ના જેની ધરપકડ કરી હતી તે જેન્તીલાલ ઠક્કરના પત્ની મમતાબેને મુખ્યમંત્રી રૂપાણીને કરેલી રજૂઅાતમાં જણાવ્યું હતું કે, તેમના પતિની ધરપકડ બાદ ખાસ તપાસ દળે ભચાઉની કોર્ટમાં રજૂ કરેલી પુરવણી ચાર્જશીટ મુજબ ભાનુશાલીની હત્યાનું કારણ માત્રને માત્ર રાજકીય દ્વેષભાવ નહિ પણ અા બનાવના મુખ્ય અારોપી છબીલ પટેલ વિરૂધ્ધ મરણ જનારે કરેલી દુષ્કર્મ સહિતની અનેક ફરિયાદો તેમજ મનીષા ગોસ્વામી સાથેના મરણ જનારના અનૈતિક સબંધો પણ કારણભૂત હતા. અામ અા ચાર્જશીટ પરથી સાબિત થાય છે કે તેમના પતિ જેન્તીલાલ ઠક્કરને હત્યાકાંડમાં ફસાવાયા છે.

તેમના પતિઅે જામીન પર છોડવા માટે અંજાર સેસન્સ કોર્ટમાં 84 પાનાની અરજી કરી હતી પણ અેફઅાઇઅારના મૂળ ફરિયાદી સુનિલ ભાનુશાલી અને તેમના મળતિયાઅોઅે મોટું ષડયંત્ર રચીને ખોટી રીતે સંડોવણી કરવામાં અાવી છે.

હત્યનો બનાવ બન્યા બાદ તેમના પતિ જેન્તીલાલે સામે ચાલીને ખાસ તપાસ દળ સમક્ષ હાજર થયા હતા અને તેમને પૂછવામાં અાવેલા તમામ સવાલોના જવાબ અાપીને પૂરતો સહયોગ અાપ્યો હોવા છતાં તેમની ધરપકડ કરાઇ હતી.

ગુનાની તપાસ કામે સાહેદ ચિરાગ દુદાણીઅે અાપેલા નિવેદન મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીને મનીષા ગોસ્વામી અેમ કહેતી હતી કે, ‘મને અેક કરોડ તો અાપવા પડે ને, 7-8 વર્ષથી હું અનૈતિક રીતે જયંતીભાઇની સાથે રહું છું, મે મરણ જનારને સર્વસ્વ અાપી દીધું હતું’. અા ઉપરાંત અન્ય અારોપી અેવા શાર્પ શૂટર શશિકાંત કાંબળે અને અશરફ અનવર શેખે બે પંચો સમક્ષ કરેલા અટક પંચનામા ઉપરથી અેવું સાબિત થાય છે કે, મરણ જનારની હત્યા છબીલ પટેલના કહેવાથી કરવામાં અાવી હતી.

અામ અા નિવેદનો પરથી જેન્તીલાલ ઠક્કર નિર્દોષ હોવાનું સાબિત થાય છે તેમ જણાવતાં તેમના પતિઅે સમગ્ર મામલાની તપાસ સીબીઅાઇને સોંપાય તેવી માગ કરી છે.

પતિ નિર્દોષ હોવાના દાવા સાથે મુખ્યમંત્રી સમક્ષ ધા નાખી

X
Bhuj News - assign cbi to bhanushali murder demand for aroopi39s wife 061617
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી