તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાળામાં પાણીની તંગી જ વેઠવી ન પડે તેવી નક્કર વ્યવસ્થા ગોઠવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાચૂંટણી કામગીરીની વ્યસ્તતા વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અછત રાહત સમિતિ અને પાણી સમિતિની બેઠકો યોજી કચ્છમાં અછત અને પાણીની મુશ્કેલી નિવારવા જિલ્લા કલેકટર રેમ્યા મોહને સલગ્ન અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

અછત રાહત સમિતિની અને જિલ્લા ઘાસ-પાણી સમિતિની બેઠકમાં ચૂંટણીની સાથે કચ્છની હાલની અછતની પરિસ્થિતિને નજર સમક્ષ રાખી બેઠકમાં પાણીની સમસ્યાઓ નિવારવા અંગે પણ વિગતવાર સમીક્ષા હાથ ધરાઇ હતી.

ખાસ કરીને પાણીની સમસ્યાને પહોંચી વળવા વહીવટી તંત્રને મળેલી વિવિધ પાણી અંગેની સમસ્યાની લેખિત ફરિયાદો અંગે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને આવી લેખિત ફરિયાદો અને રજૂઆતોનો ત્વરિત નિકાલ કરવા નિર્દેશ આપ્યો હતો.

તાલુકા કક્ષાએ સંબંધિત પ્રાંત અધિકારીઓની અધ્યક્ષતામાં દર અઠવાડિયે યોજાતી તાલુકા અછત સમિતિની બેઠકમાં લેવાયેલાં મુદ્દાઓની પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી અને તમામ અધિકારીઓને પાણીને લગતી કોઇપણ રજૂઆતો આવ્યેથી તાત્કાલિક ધ્યાને લઇ કોઇપણ નાગરિકને પાણી બાબતે સમસ્યા કે અગવડ ઊભી ન થાય તે મુજબની નકકર વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી હતી.

ઘાસ વિતરણ ઉપરાંત ઢોરવાડાની તપાસણી અંગેની સમીક્ષા પણ કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાએ હાલે બે ફલાઇંગ સ્કોડ દ્વારા ઉપરાંત પ્રાંતકક્ષાએથી પણ ઢોરવાડાની નિયમિત તપાસણી હાથ ધરવા અને ઢોરવાડાને લગતી સમસ્યાઓનો ત્વરિત નિકાલ થાય તે બાબત સુનિશ્ચિત કરવા પ્રાંત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...