તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નારાણપરમાં સોનાની ચેેઇન ખેંચનાર અારોપી જબ્બે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના નારાણપર પસાયતીમાં દર્શને જતા મહિલાના ગળામાંથી સોનાની ચેઇનની ચીલ ઝડપ કરી જનારાની માનકુવા પોલીસે ધરપકડ કરીને ચીલ ઝડપનો કેસ ડીટેક્ટ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત 10મી માર્ચના સાંજે પાંચ વાગ્યાના અરસામાં ફરિયાદી મહિલા લક્ષ્મીબેન વાલજીભાઇ હાલાઇ (ઉ.વ.52) પોતાની પાૈત્રીને તેળીને સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અજાણ્યા બાઇક સવારે મહિલાના ગળામાં પહેરેલી બે તોલાની સોનાની ચેઇન કિંમત 45 હજારની ખેંચીને હવામાં અોગળી ગયો હતો. દરમિયાન માનકુવા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે નારાણપર ગામના ધટના સ્થળના સીસીટીવી કેમેરાઅોના ફુટેજના અાધારે મુળ ભચાઉ તાલુકાના અમરાપરના હાલ નારાણપર ખાતે અરજણભાઇ ગાંગજીભાઇ પીંડોરીયાની વાડી પર રહેતા નવીન કરશનભાઇ મકવાણા (ઉ.વ.19)ને ઝડપી પાડ્યો હતો. અારોપી વિરૂધ ગુનો નોંધી અન્ય કોઇ ચોરીને અંજામ અાપ્યો છે કે, કેમ તે સહિતની વિગતો જાણવા રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો