તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રણ-દરિયાઇ સરહદે આર્મિની તૈનાતી શરૂ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો અને તે પછીના તેના વળતા પ્રહારમાં ભારતિય વાયુદળે કરેલી એરસ્ટ્રાઇક બાદ સરહદે તંગદલીભરી સ્થિતી સર્જાઇ છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાને લઇ કચ્છની રણ અને દરિયાઇ સરહદે આર્મિની તૈનાતી શરૂ કરી દેવાઇ છે. આ તરફ બુધવારે ભારતની હવાઇસિમામાં ઘુસી આવેલ પાકના એફ-16 ફાઇટર વિમાનને તોડી પડાયા બાદ વાયુદળને પણ સાબદું કરી દેવાયું છે. ભુજ અને ભાનાડા એરફોર્સ મથકને કોઇ પણ આપાતકાલિન સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા સતર્ક રહેવા જણાવી દેવાયું છે.

વિશ્વસનિય સુત્રોમાંથી જાણવા મળેલી વિગત અનુસાર કચ્છની રણ સરહદના આખરી પોઈન્ટ વિઘાકોટથી માત્ર 60 કિલોમિટરના અંતરે આવેલ ઇન્ડિયાબ્રીજ અને ધર્મશાળાની વચ્ચે આર્મિની બટાલિયનને તૈનાત કરી દેવામાં આવસ છે. આ ઉપરાંત ખાવડા પાસે આવેલ બાન્દાના આર્મિ કેમ્પાં અસામાન્ય હિલચાલ પાછલા 2 દિવસથી જોવા મળી રહી છે.

તો અટપટ્ટા નાલા ધરાવતી કચ્છની સંવેદનશીલ ક્રિક સરહદમાં પણ બોર્ડર સીકયોરીટી ફોર્સની સાથે સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે આર્મિની એક ટુકડીને પણ તૈનાત કરવામાં આવી છે. ભુજમાં આવેલ વાયુદળના મુખ્ય મથક ઉપરાંત આર્મિ કેન્ટોમેન્ટને પણ સઘન સુરક્ષા ઘેરામાં આવરી લેવાઇ છે. મરીન પોલીસે પણ શંકાસ્પદ ગતિવીધી પર બાજનજર રાખવા સાથે આંતરીક સલામતીને વધુ સતર્ક બનાવી દીધી છે.

જડબાતોડ જવાબ આપવા સુરક્ષા દળો સજ્જ
દયાપર | પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતિય વાયુદળે એરસ્ટ્રાઇક કરી પીઓકેમાં સ્થાપીત આતંકી કેમ્પોનો બોમ્બમારો કરી સફાયો બોલાવી દીધો છે. સરહદે તંગદીલી ભરી સ્થિતી ટાંકણે જો કચ્છ સરહદે કોઇ અટકચાળો થશે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે સુરક્ષા દળો સજજ છે.

એર સ્ટ્રાઇકની ઘટના બાદ ભાસ્કરની ટીમે સરહદી ગામડાનો પ્રવાસ ખેડી ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે.

એક તરફ પાકિસ્તાને કચ્છની સામેપાર ટેન્કો તૈનાત કરવા સહિતની હિલચાલ વધારી દીધી છે. બીજી તરફ કોટેશ્વરના દરિયાઇ વિસ્તારથી લઇ લખપતની રણ સરહદ સુધી સુરક્ષાદળોનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો હતો. કોટેશ્વરના મંદિરે નેવી, આર્મિ, બીએસએફ, પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ઉપરાંત ડોગ સ્કવોર્ડ અને બ્લેક કેટ કમાન્ડોની ટુકડીએ સઘા ચેકીંગ આદર્યું હતું. આ વિસ્તારમાં અવારનવાર ઘુસણખોરીના બનાવને ધ્યાને લઇ પેટ્રોલીંગને વર્તમાન સ્થિતીને મદેનજર વધારે સઘન બનાવી દેવાયું છે.

સરહદી વિસ્તારના કપુરાશી, કોરિયાણી,શીણાપર, છેર, લખપત, શિયોત, મુધાન સહિતના ગામોમાં પોલીસે ચુસ્તપહેરો ગોઠવી દેવા સાથે રાઉન્ડ ધી કલોક પેટ્રોલીંગ જારી રાખ્યું છે.

લખપતા કિલ્લા સહિતના વિસ્તારમાં પણ પોલીસનો સઘન બંદોબસ્ત જોવા મળવા સાથે વાહનોની ચકાસણી સહિતની કામગીરીનો ધમધમાટ જોવા મળ્યો હતો.

માછીમારી કરવા ગયેલી 12 બોટને પરત બોલાવાઇ
લખપતના સરહદી વિસ્તારમાંથી માછીમારી કરવા ગયેલી 12 ફિશીંગ બોટને તત્કાળ અસરથી પરત બોલાવી લેવામાં આવી છે. વધુમાં માછીમારોને કોઇ શંકાસ્પદ ગતિવિધી જણાય તો જાણ કરવા તાકીદ પણ કરવામાં આવી છે.

કોટેશ્વર આવતા યાત્રાળુઓની સંખ્યા ઘટી
સરહદે તંગ માહોલ સર્જાતા કોટેશ્વર-નારાયણસરોવર તિર્થધામે આવતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ધમધમતા આ બન્ને તિર્થધામોમાં ઘણો શાંત માહોલ હાલની સ્થિતીને જોતા જોવા મળી રહ્યો છે.

ક્રિક સરહદને બ્લોક કરી દેવાઇ: બોટ મારફત કરાતું ચુસ્ત પેટ્રોલીંગ
નારાયણસરોવર | એરસ્ટ્રાઇકની ઘટના બાદ કચ્છ સરહદે પણ સુરક્ષા દળોની હિલચાલ વધી જવા સાથે હાઇએલર્ટ પર આ મુકાયેલ સરહદે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે કચ્છની અતી સંવેદનશીલ ક્રિક સરહદને બ્લોક કરી દેવાઇ છે. દરીયાઇ સરહદ પાસે કોઇપણ પ્રકારના આવાગમન પર રોક લગાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે ગુંજી અને હરામીનાળાની રીંગ પાસેના નાલાઓ ઘુસણખોરી માટે કુખ્યાત મનાય છે. આ નાલાઅો પર બીએસએફની મોટી બોટ ગોઠવી દઇ નાલાઓને બ્લોક કરી દેવા સાથે અહી પેટ્રોલીંગની કામગીરીને સઘન અને સચેત બનાવી દેવામાં આવી છે. અટપટ્ટા નાલા ધરાવતી આ ક્રિકમાં નેવીના માર્કોસ ઉપરાંત આર્મિના કમાન્ડો અને બીએસએફના જવાનોએ મોટી સ્પીડબોટમાં સંયુકત પેટ્રોલીંગ શરૂ કર્યું છે. જે બોટમાં પેટ્રોલીંગ કરાઇ રહ્યું છે એ એવી બોટ છે કે જેમાં બીએસએફના જવાનો સામાન્ય રીતે 15 દિવસ સુધી મધદરિયે પણ આરામથી રહી શકે છે. આ 6 જેટલી બોટ મારફત સરહદે હથિયારો અને અન્ય સરસામાન પહોંચાડવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. કચ્છ સરહદે જે રીતનો જમાવડો કર્યો છે તે જોતાં કોઇ નાપાક અડપલું થાય તો તેને પહોંચી વળવા માટેની દળોએ સંપૂ્ર્ણ તૈયારી હાથ ધરી લીધી છે.

આરોગ્ય તંત્ર છે તૈયાર: રાઉન્ડ ધી કલોક કન્ટ્રોલ રૂમ કાર્યરત પણ કરાશે
ભુજ | ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદી તંગદીલી વધી રહી છે ત્યારે જો યુધ્ધની સ્થિતીનું નિર્માણ થાય તો કચ્છના સરહદી ગામોમાં આરોગ્ય સેવા ખોરવાય નહિ તે માટે આગોતરા પગલાં ભરવા રાજયના આરોગ્ય કમિશ્નરે લેખીત આદેશ જારી કર્યા છે. જેમાં સરહદી ગામોમાં આવેલ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં દવાનો પુરતો સ્ટોક જાળવી રાખવાનો આદેશ વછુટયો છે. તો 1 માર્ચથી આરોગ્ય વિભાગનો જિલ્લા અને તાલુકા કક્ષાનો કન્ટ્રોલ રુમ રાઉન્ડ ધી કલોક એટલે કે 24 કલાક કાર્યરત કરાશે.

જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી પંકજકુમાર પાંડેએ વધુ પ્રકાશ પાડતાં કહ્યું કે વર્તમાન સ્થિતીના સંદર્ભે સરહદી ગામોમાં દવાનો સ્ટોક સંગ્રહીત કરવાની સુચના આપવા સાથે જિલ્લાન આરોગ્ય કર્મીઓ કે જેમાં તબીબ સહિતનો મેડીકલ પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે તેમને હેડકવાર્ટર ન છોડવાનો આદેશ આપવા સાથે ઇમરજન્સી સિવાયના કેસોમાં લેવાયેલ રજા પણ રદ કરી દેવામાં આવી છે.અને નવી રજા મંજુર ન કરવા ય જણાવી દેવાયું છે.

તો જિલ્લાની સૌથી મોટી એવી ભુજની જનરલ હોસ્પિટલ ખાતે પણ યુધ્ધ જેવી પરિસ્થિતીનું નિર્માણ થાય તો તેના અનુસંધાને આરોગ્યલક્ષી સુદ્રઢ રીતે મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સુચના આપી દેવામાં આવી છે. ભુજ ઉપરાંત જિલ્લામાં આવેલી અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ આ આદેશનો અમલ થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે.

વિઘાકોટ ઈન્ડો-પાક બોર્ડર ઝીરો લાઇનને અડીને ચાલતું માર્ગનું કામ સ્થગિત કરાયું
લાખોંદ | એરસ્ટ્રાઇકની ઘટના બાદ કચ્છ સરહદે પણ સુરક્ષા દળોની હિલચાલ વધી છે. ત્યારે વિઘાકોટ ઈન્ડો-પાક બોર્ડર ફેન્સીંગ સમીપે ચાલી રહેલ પૂર્વીય બોર્ડર તરફનું માર્ગનું કામ બુધવારે સ્થગિત કરીને કામદારોને ત્યાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા આદેશ અપાયા છે.

ભારત દ્વારા પાકમાં ઘૂસીને કરાયેલ એરસ્ટ્રાઇક બાદ કચ્છની સરહદો હાઈ એલર્ટ પર મુકાઈ હતી. જો કે ભારતીય વાયુદળ દ્વારા બુધવારે સવારે નૌસેરામાં પાકિસ્તાનનું f-16 જેટ ફૂંકી દેવાયા બાદ અહીં તણાવની સ્થિતિ વધી હતી. સુરક્ષા એજન્સીના સૂત્રના જણાવ્યાનુસાર અહીંથી માર્ગનું કામ તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવાયું છે.

ઝેરો ફેન્સીંગ ને અડીને આવેલ સંવેદનશીલ બીઓપી નજીક આ કામ રોકવી દેવાયું હતું,અને કામદારોને સંવેદનશીલ વિસ્તાર છોડી જવા આદેશ કરાયા હતા. અત્રે નોંધનીય છે કે,છેલ્લા કેટલાક મહિનાઓથી અહીં માર્ગનું કામ ચાલી રહ્યું હતું, જો કે આ તબક્કે સુરક્ષા એજન્સીઓ દરેક મોરચે સાબદી રહીને,નાજુક સ્થિતિમાં તકેદારીના પગલાં લઇ સજ્જ થઇ ગઈ છે.

વાયુદળને સાબદા રહેવા આદેશ
કઇ કઇ માર્ગદર્શિકા જાહેર કરાઇ
સરહદી ગામોમાં મેડિકલ સ્ટાફની પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવી દવાનો પુરતો સ્ટોક સંગ્રહીત કરી રાખવો, જરૂર જણાય તો જિલ્લા કક્ષાએથી જથ્થો મેળવી લેવો જનરેટર, પેટ્રોમેકસ, ઓકસીજન સિલીન્ડર ચાલુ હાલતમાં રાખવા અેમ્બ્યુલન્સ સહિતના વાહનો ચાલુ કન્ડીશનમાં રાખવા, પેટ્રોલ-ડિઝલની ટેન્ક ફુલ રાખવી અન્ય દવાખાનામાં દર્દી શિફટ કરવાનો થાય તો જરૂરી વ્યવસ્થા ગોઠવવા ફર્સ્ટ એઇડ કીટ ઉપલબ્ધ રાખવી, મોબાઇલ ફોન સતત ચાલુ રાખવા કોઇ ઘટના ઘટે તો ડીડીઓ અને સીએચઓને તત્કાળ જાણ કરવી વગર મંજુરીએ રજા લેનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવી

ખાનગી હોસ્પિ.ની મદદ લેવાશે
જો સ્થિતી વધુ ગંભીર બનતી જણાય તો પ્રાથમિક સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલ અને જરૂર પડયે ખાનગી હોસ્પીટલની પણ મદદ લેવામાં આવશે. આ માટે ખાનગી હોસ્પિટલને પણ સહયોગ આપવા જણાવી દેવાયું છે. ટુંક સમયમાં તે અંગે એક બેઠકે બોલાવાશે.

રેપીડ રિસ્પોન્સ ટીમ બની
સરહદી ગામો માટે રેપીડ રિસ્પોન્સ ટીમો પણ બનાવાશે. આ ટીમ દર્દીની સારવારથી લઇ જો તેને અન્ય મોટી હોસ્પિટલમાં શીફટ કરવાના થાય તો કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવી તેનું મોનીટરીંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો