તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબડાસામાં હથિયારો પકડાયા પણ માસ્ટર માઇન્ડને પકડી શકાયો નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક તરફ પાકિસ્તાની આંતકવાદીઓએ કરેલા પુલવામાં શૈનિકો પર હુમલાનો બનાવ અને તેના વળતા જવાબમાં ભારતીય વાયુસેનાની એર ટ્રાઇકથી પાકિસ્તાન સરદપર આવેલા આંતકવાદીઓના આકાઓના કેમ્પ પરના એટેકથી સમગ્ર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ જેવી સ્થિતિ નિર્માણ પામી રહી છે તો બીજી તરફ કચ્છની સરહદે આવેલા અબડાસા તાલુકામાં તાજેતરમાં બોહા અને રાયધઝરની વાડીમાંથી પોલીસે સશ્સત્રો બનાવવાનુ મીની કારખાનું ઝડપી પાડ્યું હતું જેમા એક આરોપીની ધરપકડ કરી લીધી હતી જ્યારે આ હથિયારો બનાવનારા માસ્ટર માઇન્ડ ગણાતા મનશુરને હજુ સુધી પોલીસ પકડી શકી નથી ત્યારે અબડાસા તાલુકાના એવા અનેક ગામો છે જ્યા પોલીસ તપાસ કરે તો વધુ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી શકે તેવું સુત્રોમાંથી બહાર આવ્યું છે.

પોલીસે ગત બુધવારે અબડાસા તાલુકાના બોહા અને રાયધણઝર ગામના સીમમાં આવેલી ખીરસરા વિઝાણના નૂરમામદ ઇશાક હિંગોરાની વાડીની ઓરડીમાંથી મોટા પ્રમાણમાં દેશી બંદુક-દારૂગોળો બનાવવાનું મીની કારખાનું ઝડપાડ્યું હતું. રેડ દરમિયાન નૂરમામદ ઇશાક હિંગોરા ઝડપાઇ ગયો હતો અને તેની રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસેથી કઇજ બાતમી ઓકાવી શકી ન હતી અને આરોપીને પાલારા જેલમાં ધકેલી દિધો હતો. જ્યારે આ કેસમાં માસ્ટર માઇન્ડ ગણાતા આરોપી નૂરમામદના પુત્ર મનસુર નૂરમામદ હિગોરા છેલ્લા છ દિવસથી પોલીસ પકડથી દુર આઝાદ ગુમી રહયો છે. તો અતિ સવેદન સીલ અને બોર્ડર એલર્ટ વચ્ચે એક જગ્યાએ છાપો મારી હથિયારો પકડીને સંતોષ માનીને બેઠેલી પોલીસ અગર જો, કચ્છની સરહદે છેવાડામાં આવેલા અબડાસા તાલુકાના અન્ય ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરે તો હથિયારો અને સંકાસ્પદ પ્રવૃતિઓ પર પડદો ઉઠી શકે તેમ છે.તો અગાઉ અબડાસાના આરીખાણામાં એક વાડીમાંથી ખૂખાર આરોપી લતિફ છુપાયો હતો અને તેને પોલીસ પર હુમલો કર્યો હતો જો કે બાદમાં તે પકડાઇ ગયો હતો પરંતુ અબડાસામાં હજુ આવા અનેક હથિયારો રાખનારાઓ અને ગુનેગારો મળી આવે તેવું લોક મુખે ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો