Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માધાપરના કારીમોરી તળાવ પ્રત્યે પંચાયતનું અોરમાયું વર્તન
માધાપરના કારીમોરી તળાવ પ્રત્યે ગ્રામપંચાયતના અોરમાયા વર્તનના કારણે અહીં ગંદકી તેમજ દરરોજ સાંજે દારૂની મહેફીલ જામતી હોવાની રાવ ઉઠી છે.
કારીમોરી તળાવ સ્થાનિક લોકો તેમજ અેન.અાર.અાઇ. લોકો માટે ફરવાલાયક સ્થળ તરીકે વિકસી રહ્યું છે. પરંતુ અહીં કોઇપણ જાતની સફાઇના અભાવે ગંદકીના ગંજ ખડકાયા છે. અોટલા પણ અાવારા તત્વો દ્વારા તોડી પડાયા છે તેમજ પંચાયત દ્વારા વૃક્ષોનું વાવેતર પણ કરાતું નથી કે, પાણી પણ અપાતું નથી. અા તળાવ તરફ જવા માટેના મુખ્ય માર્ગ પર લાંબા સમયથી પથ્થરોનો ખડકલો છે, જે દૂર કરવાની પણ પંચાયત તસ્દી લેતી નથી.
વધુમાં દરરોજ સાંજ પડેને દારૂની મહેફીલ જામે છે. પંચાયત દ્વારા અા તળાવની જાળવણી થાય અને વિકાસ માટે વસાવાયેલી વસ્તુઅોને કોઇ અાવારા તત્વો નુકસાન ન પહોંચાડે તે માટે તકેદારી અર્થે અેક માણસ રાખવામાં અાવે તેવી માગ ગ્રામજનોમાં ઉઠી છે.
પરિસરની અાસપાસ સફાઇ પણ કરાતી નથી