તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરેરાશ 13 હજારનો દંડ સ્થળ પર જ વસૂલાય છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાળા કાચ ધરાવતા વાહનો પર પોલીસ કાર્યવાહી ચાલુ

ક્રાઇમ રિપોર્ટર.ગાંધીધામ
ઔદ્યોગિક સંકુલ ગાંધીધામમાં વાહન વ્યવહાર દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે આડેધડ પાર્કીંગ નિયમોનું ઉલ્લંઘન કરાતા હોવાના બનાવો મોટા પ્રમાણમાં જોવા મળે છે જેના કારણે અવાર નવાર અકસ્માતો પણ સર્જાય છે ત્યારે પુર્વ કચ્છ પોલીસવડાના આદેશ બાદ શહેરમાં ટ્રાફીક નિયમન જળવાય તે માટે આપેલી સૂચના બાદ સીટી ટ્રાફીક પોલીસે શહેરમાં છેલ્લા ઘણા સમયથી કડક કામગીરી શરૂ કરી દીધી છે જેમાં રોજનો સરેરાશ 13,000 જેટલો દંડ ટ્રાફીક નિયમનનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર જ વસૂલવામાં આવી રહ્યો છે.

સીટી ટ્રાફીક પીઅેસઆઇ એમ.એમ.વાઢેર અને તેમની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફીક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ દંડનાત્મક કામગીરી કરવામાં આવી રહી છે.વગર લાયસન્સે વાહન ચલાવવું, હેલમેટ ન પહેરવી, આડેધડ વાહનો પાર્ક કરી દેવા, જોખમી રીતે વાહન ચલાવતા ચાલકોને રોકી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે .

હાલ હાઇ ટેકનોલોજીના કેમેરા શહેરના વિવિધ વીસ્તારોમાં શરૂ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ છે ત્યારે હવે પોલીસ અને ટીઆરબીના જવાનો સાથે જ્યારે આ સીસી ટીવી કેમેરા ચાલુ થશે ત્યાર બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારની તમામ હકીકત હાઇ ટેકનોલોજીના કેમેરામાં કેદ થયું હોય તે તમામ માહિતી તૈયાર કરાયેલા ખાસ કંટ્રોલરૂમમાં કેદ થશે અને નિયમો તોડનાર વાહન ચાલકો વિરૂધ્ધ કોઇ પણ હાલતમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા સપ્તાહથી કાળા કાચની ફિલ્મ ચડાવીને ફરતા વાહનો પર ધોંસ દેખાડીને તે વાહનોના કાચ પરથી ફિલ્મ ઉતારવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જેને સતત ચાલુ રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં પસાર થઇ રહેલી કારોને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. કચ્છ સરહદી જિલ્લો છે ત્યારે તાજેતરમાં પડોશી દેશ સાથે વધી રહેલી તંગ પરીસ્થિતિઓ વચ્ચે સુરક્ષા તંત્ર એલર્ટની સ્થિતિમાં છે. ત્યારે પૂર્વ કચ્છમાં કાળા કાચ ધરાવતા વાહનો પર કાર્યવાહી કરવાની લાંબા સમયની માગણીને વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે કેટલાક કિ પોઇન્ટ પર પોલીસ સતત પહેરો ભરીને વાહનોની સર્વાંગી તપાસ પણ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો