તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદની ગતિવિધિની ગુપ્તતા જાળવવા એજન્સીઓ સતર્ક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલાની ઘટના બાદ ભારત-પાકિસ્તાન સરહદે હાલ તોફાન પહેલાની શાંતિ જેવો ભારેલા અગ્નિ સમાન સ્થિતી વાળો માહોલ જોવા મળી રહ્યો છે.

આવા તંગદીલી ભર્યા માહોલ ટાંકણે કચ્છ સરહદની ગતિવીધીની ગુપ્તતા જળવાઇ રહે અને કોઇ પણ પ્રકારની માહિતી પાકિસ્તાની ખુફિયા એજન્સીઓ સુધી ન પહોંચે તે માટે ભારતિય સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.

પુલવામા એટેક બાદ એલર્ટની સ્થીતી વચ્ચે સુરક્ષા અેજન્સીઓએ સર્વેલન્સ વધારી નાખ્યું છે. ખાસ કરીને મોબાઇલ કોલ કે અન્ય માધ્યમોથી કચ્છ સરહદની ગતિવીધી પુછવામાં આવતા એજન્સીઓ ચોંકી ઉઠી છે.

એજન્સીના સુત્રોએ સરહદે કોઇપણ પ્રકારની શંકાસ્પદ હીલચાલ જણાય અથવા તો માહિતી જાણવાનો પ્રયાસ થયેલો દેખાય તો તત્કાળ જાણ કરવા આદેશ જારી કર્યો છે. પુલવામા હુમલા બાદ આવી કેટલીક બાબતો સુરક્ષા એજન્સીઓના ધ્યાને ચડતાં કચ્છ સરહદે થતી નાની કે મોટી કોઇ પણ પ્રકારની મુવમેન્ટની જાણ સામેપાર કોઇ પણ પ્રકારે ન પહોંચે તે માટે એજન્સીઓએ સચેત બની કમર કસવા સાથે રાઉન્ડ ધી કલોક કામગીરીને વેગવાન બનાવી છે. હાલમાં તમામ સુરક્ષાદળો એલર્ટ મોડમાં તો છે જ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો