તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ ફરી જૈસે થે...

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ દરમિયાન દબાણ હટાવ ઝુંબેશ મોટે પાયે શરૂ થઈ હતી, શહેરના ફરતે મોટા ભાગના વિસ્તારોમાં આ કામગીરી નિષ્પક્ષ અને નીડરતાથી કરવામાં આવી. મુન્દ્રા રોડ પરના આઇયા સર્કલથી ભીડ ગેટ અને સરપટ ગેટ આસપાસ ગેરકાયદે બાંધકામ ખસેડવાનું કામ સવારથી સાંજ સુધી કરવામાં આવ્યું. શહેરભરમાં દબાણકારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો કે તેમની મિલકત પણ ઝપટે ચડી જાય તો ? પાંચ દિવસ કાર્યવાહી ચાલ્યા બાદ બ્રેક લાગી. પાકા બાંધકામ કરનારા તો હજી જોખમ નથી લેતા, પરંતુ ભુજ મુન્દ્રા રોડ પર આવેલા હાથલારીવાળા અને ઝૂંપડપટ્ટી ફરીથી ઉભી થઈ ગઈ છે. હજી ભુજમાં અનેક દબાણો છે કે, જેની તરફ તંત્રનું ધ્યાન નથી ગયું, કે નથી આપવામાં આવ્યું. સૂત્રોના જણાવ્યાં મુજબ આગામી દિવસોમાં આ કામગીરી ફરીથી શરૂ થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...