કોઠારામાં ખુલ્લા વાયરને અડી જતાં વીજશોકથી વયસ્કનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસા તાલુકના કોઠારા ગામે સોનારા મસ્જિદ પાસે રહેતા 57 વર્ષીય હિંગોરજા અલીમામદ સિંધીક ગુરૂવારે સવારે પોતાના ઘરે લાઇટ રિપેરીંગનું કામ કરતા હતા ત્યારે ખુલ્લા વાયરને અડકી જતાં તેને સારવાર નસીબ થાય તે પૂર્વે મોત અાંબી ગયું હતું. બનાવને પગલે પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

કોઠારા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સવારે પોણા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો. કોઠારા ખાતે રહેતા અલીભાઇ હિંગોરજા પોતાના ઘરે લાઇટ રીપેરીંગનું કામ કરતા હતા ત્યારે ખુલ્લા સ્વીચ બોર્ડમાં જીવતા વાયરને અડી જતાં તેને વીજ ઝાટકો લાગ્યો હતો. જેને હોસ્પિટલમાં ખસેડાતાં જ્યા મોત નિપજ્યું હતું પોલીસે બનાવીન નોંધ લઇ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...