તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી શાળાઓ શરૂ કરવાની મુદ્દતમાં વધારાની જાહેરાત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન-2019થી કાયમી ધોરણે ગ્રાન્ટ નહીં લેવાની શરતે નવી બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સ્થાનિક રીતે રચાયેલા મંડળો પાસેથી 15-11-2018 થી 31-12-2018 સુધી ઓનલાઇન દરખાસ્ત મગાવવામાં આવી હતી, પરંતુ અમુક સંસ્થાઓ દ્વારા ઓનલાઇન દરખાસ્ત કરવાની બાકી હોય તે સંદર્ભે ઓનલાઇન અરજી માટે સમયમર્યાદા વધારવાની રજૂઆત બોર્ડને મળી હતી જે ધ્યાનમાં લઇ ઓનલાઇન દરખાસ્ત કરવાની મુદ્દત 27-2-2018 થી 5-3-2019 સુધી લંબાવવામાં આવી છે.

સચિવ બી.એન.રાજગોરે દરખાસ્ત કરવા માટે બોર્ડની વેબસાઇટ nsa.gseb.org પર New School Application પરથી ઓનલાઇન અરજીપત્રક ઉપલબ્ધ રહેશે. આ સાથે દરખાસ્ત ફી પેટે રૂ.10000(દસ હજાર) અને લેટ ફી રૂ.10000 એમ કુલ રૂ.20,000ની રકમ બોર્ડના એસબીઆઇ ખાતામાં ચલણથી ભરવાના રહેશે. જેની બેન્કના ખાતા નંબરની વિગતો નમૂનાના ચલણમાં અરજી કરવાની સૂચનાઓ સાથે બોર્ડની વેબસાઇટ પરથી મળી શકશે. આ દરખાસ્ત ફી કોઇપણ સંજોગોમાં મળવાપાત્ર રહેશે નહીં. ઓનલાઇન અરજીના આધારે નવી શાળા મંજૂરી અંગે બોર્ડનો નિર્ણય શાળા મંડળ વતી ઓનલાઇન અરજી કરનારા અધિકૃત વ્યક્તિને પત્ર દ્વારા જણાવવામાં આવશે. જે શાળાને મંજૂરી મળે તે શાળા મંડળે મંજૂરીપત્રમાં જણાવેલા સમય મર્યાદામાં બાકીની રૂ.25000ની રકમ બોર્ડના એસબીઆઇ ખાતામાં ચલણથી અથવા ઓનલાઇન ભર્યાની રસીદ કે ચલણની નકલ અને અન્ય આધારો સહિતની નોંધણી માટેની દરખાસ્ત સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મારફત ઓનલાઇન ભલામણ સહિત બોર્ડની કચેરીને મળ્યેથી શાળા નોંધણી કરવાની કાર્યવાહી કરવામાં આવશે. બોર્ડની કચેરીમાં કોઇપણ જાતના આધારો મોકલવાના રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો