તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અાૈદિચ્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અાૈદિચ્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ
અાગામી પ્રોજેકટની ચર્ચા માટે તા. 18-4ના સાંજે 5 કલાકે મીટીંગ શીવકૃપાનગર ભુજ ખાતે રાખેલ છે.

જલારામ સેવા સમિતિ
તા. 18-4ના ભુજમાં રખડતા પાગલો, વિકલાંગો, ઝૂંપડપટ્ટીના બાળકોના નિવાસસ્થાને ભોજન અાપવામાં અાવશે.

તારસાંઇ પીરનો મેળો
તા. 18-4 ગુરૂવારના સવારના 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી નાની રૂદ્રાણી સામે, અેરપોર્ટ રોડ, ભુજ મધ્યેે.

કચ્છ મુસ્લીમ રત્ન એવોર્ડ
કચ્છની અંદર િન:સ્વાર્થ સેવા કરતા સમજ સેવકો જેવા કે આરોગ્ય ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે સેવા આપી રહેલ વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે કચ્છ મુસ્લિમ સેવા રત્ન એવોર્ડ એનાયત કરવા સંસ્થાએ નક્કી કરે છે માટે સમાજ રત્ન એવોર્ડ માટે નામ સાથે અભિપ્રાય દિવસ 10માં કે.એન. ચાકી પ્રમુખ એક હી આવાજ ચેરીટેબલ ટ્રસ્ટ, હોટલ સહારા પેલેસની નીચે, જુના બસસ્ટેશન સામે, ભુજ મો. 97274 99281 ને મોકલી આપવા.

મારૂ કંસારા સોની મહિલા મંડળ
મંડળ દ્વારા હલ્દીકંકુનો કાર્યક્રમ તા. 18-4ના સાંજે 5.30 વાગ્યે લગ્નવાડી મધ્યે રાખેલ છે. દરેક મેમ્બરને હાજર રહેવું તથા નવા મેમ્બર થવા ઇચ્છતા હોય તેમને પણ હાજર રહેવું

રાધિકા મહિલા મંડળ
તા. 17-4ના બુધવારે સાંજે 6 વાગ્યે માધવ પાર્ક ગરબી ચોક મધ્યે મીટીંગમાં સર્વે બહેનોઅે હાજર રહેવું.

ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર
ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સમર વેકેશન નિમિતે તા.25-4થી 30-4 સુધી ધોરણ 5 થી 10ના વિધાર્થીઓ માટે મોડેલ રોકેટરી, ઓરીગામી, હેન્ડઝ ઓન એક્સ્પેરીમેન્ટ,ફિલ્ડ ટ્રીપ (નેચર વોક) સાયન્સ ટોયસ મેકિંગ, મેથ્સ મેજિક, માઈન્ડ પાવર ગેમ્સ,એન્વાયરમેન્ટ ગેમ્સ, સાયન્સ ફિલ્મ શો, વિઝ્યુઅલ ક્વીઝ, પ્રોગ્રામ વગેરે વિજ્ઞાનની જુદી જુદી પ્રવુતિઓનું આયોજન કરવામાં આવેલ છે. સમય અને સંખ્યા લીમીટેડ હોઈ જેઓએ ભાગ લેવો હોય તેઓએ વહેલા તે પહેલા ના ધોરણે તા. 20 એપ્રિલ 2019 સુધી પોતાનું નામ, સરનામાની વિગત પ્રવીણ મહેશ્વરી, સાયન્સ કો-ઓર્ડીનેટર, મો. 7984484561, 9978972224 પર સપર્ક કરવો.

પ્રેરણા મહિલા મંડળ અારટીઅો
જય બિહારીભાઇ સોનીના જન્મદિવસના અંધ શાળામાં અને રિમાન્ડ હોમના બાળકોને તા. 17-4ના 5 વાગ્યે નાસ્તો કરાવવામાં અાવશે અને જનરલ મીટીંગ 6 વાગ્યે શેરી નં. 7ના ચોકમાં રાખેલ છે.

હનુમાન યુવક મંડળ ભુજ
તા. 19-4ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાનજી મંદિર, ડી.પી. પોક મધ્યે સવારે 9 વાગ્યે હોમ હવન, સાંજે 5.30 વાગ્યે હનુમાન ચાલીસાનો પાઠ, રાત્રે 7.30 વાગ્યે મહાઅારતી તથા 9 વાગ્યે ભોજન પ્રસાદનું અાયોજન કરવામાં અાવેલ છે.

નિ:શુલ્ક જ્યોતિષ પુસ્તક
વૈદિક જ્યોતિષ શીખવા માટેનું નિ:શુલ્ક પુસ્તક મેળવવા સંપર્ક અજય જોષી ભુજ મો. 9879631473.

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર
તા. 17-4ના દાતાના સાૈજન્યથી લાલ ટેકરી મધ્યે અાવેલ છાશ કેન્દ્ર પરથી સવારે 9.30થી છાશનું નિ:શુલ્ક વિતરણ.

વિદાય સન્માન સમારોહ
જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની ડો. જયંત ખત્રી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક ચેતનભાઇ કાનાણી વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતા તેમના વિદાય સન્માનનો સમારોહ તા. 17-4 બુધવારના સવારે 10 કલાકે શાળા મધ્યે.

પુજારા દેવસ્થાન ભુજ
પુજારા દેવસ્થાનની મુલત્વી રહેલ વર્ષોન્તી તા. 18-4ના દેવસ્થાનની પેડી સાંજે 7.30 વાગ્યે છે તો દરેક પરિવારે દિકરી જમાઇ સાથે પ્રસાદ લેવા વિનંતી.

વિકલાંગ કન્યા છાત્રાલય
વિકલાંગ કન્યા છાત્રાલય માંડવીની દિવ્યાંગ છાત્રાઅોને દાતાના સહયોગથી તા. 17-4ના મહાવીર જન્મકલ્યાણકના દિવસે સવાર, સાંજે ગરમ નાસ્તો અને બપોરે મિષ્ટાન ભોજ અપાશે.

કુકમા ખાતે પંચગવ્ય આયુર્વેદની નિશૂલ્ક સારવાર
શ્રીરામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ચિંતનફાર્મ કુકમા ખાતે દર બુધવારે (તા. 17-4) સવારે 10થી 1 દરમિયાન નિવૃત જિલ્લા આયુર્વેદ અધિકારી અમિતભાઇ ત્રિપાઠી આયુર્વેદ પંચગવ્યની મદદથી તમામ રોગો જેવા કે પેટ નાં રોગો, ચામડી નાં રોગો, સાંધા ના દુખાવા, ડાયાબિટીશ, કીડનીનાં રોગો વિગેરે હઠીલા દર્દો નીસારવાર, નિદાન તેમજ માર્ગદર્શન આપશે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર 9427760948 પર સંપર્ક કરવો.

કુકમા ખાતે હાર્ટફુલનેશ ધ્યાન
શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ, ચિંતનફાર્મ કુકમા ખાતે દર બુધવારે (તા. 17-4) સાંજે6 થી 7 અને દર રવિવારે (તા. 21-4) સવારે 7.30 થી 8.30 દરમ્યાન હાર્ટફુલનેસ ઇન્સ્ટીટયુટ સેન્ટર, ભુજ દ્વારા હાર્ટફુલનેશ ધ્યાન કરાવવામાં આવશે. 15 વર્ષથી ઉપરના સૌને વિના મૂલ્યે ધ્યાન શીખવવામાં આવશે. વધુ માહિતી માટે મોબાઇલ નંબર 8200825430 નો સંપર્ક કરવો.

અન્ય સમાચારો પણ છે...