તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

16 વર્ષની સ્વીડનની વિદ્યાર્થીની ‘ગ્રેટા થનબર્ગ’ નો વિડીઅો બતાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્લોબલ વોર્મીંગ અને જળ વાયુ પરિવર્તન અંગે વૈશ્વિક સ્તરે એક ચળવળ ચાલી રહી છે, જેને ફ્રાઈડેઝ ફોર ફ્યુચર નામ આપવામાં આવ્યું છે જેનો અર્થ છે ભવિષ્ય માટે શુક્રવાર એવો થાય. આવી જ એક ક્લાઈમેટ સ્ટ્રાઈકનું આયોજન ભુજમાં શુક્રવારે સાંજે મહાદેવ ગેટ પાસે પેન્શનર ઓટલા પર કરવામાં આવ્યું હતું.

શરૂઆત એક ડોક્યુમેન્ટરી બતાવીને કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં દુનિયાભરમાં હાલ પર્યાવરણના મુદે ચર્ચામાં અાવેલી ૧૬ વર્ષની સ્વીડનની વિદ્યાર્થીની ‘ગ્રેટા થનબર્ગ’ નો વિડીઅો બતાવાયો હતો. જેમાં તે વિશ્વના નેતાઓને, વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓને કહી રહી છે કે “જે કરવું પડે તે આજે શરૂ કરો-પૃથ્વી બચાવો, મંત્રણાઓના નામે આ મુદ્દાને કાલ પર ઠેલી ના શકાય. પૃથ્વીને બચાવવા સામુહિક પગલા ભરવા જ જોઈએ.

શીશુકુંજ અને હપ્પી ફેસીસ શાળાનાં વિધાર્થીઓ વચ્ચે ક્લાઈમેટ ચેન્જ પર ગંભીર ચર્ચા કરાઈ હતી. તેમણે રોજીંદા જીવનને લગતા કેટલાંક પ્રશ્નો જે ક્લાઈમેટ ચેન્જને લીધે ઉદભવ્યા છે તેવું તેમને લાગી રહ્યું છે. દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. આવી વિવિધ બાબતો કચ્છ યુનિવર્સીટીના પર્યાવારણ વિભાગના વિદ્યાથીઓ દ્વારા જણાવાઈ હતી.

ડો. પંકજ જોશી અને ગૌતમ પ્રિયદર્શી દ્વારા કચ્છના ત્રણ પ્રકારના ઘાસિયા મેદાન, કાંટાળા જંગલ અને ચેરિયાવિશે માહિતી આપાઈ હતી. તેમાં રહેનારા પ્રાણીઓ, પક્ષીઓ અને ત્યાનાં વ્રુક્ષો વિશે સ્કુલના બાળકો સાથે ચર્ચા કરી તેમણે તેનું મહત્વ સમજાવ્યું હતું. ત્યાર બાદ સંદીપભાઈ વિરમાણી દ્વારા બાળકોને ક્લાઈમેટ ચેન્જને લગતા સુત્રોનું સુત્રોચાર કરવામાં આવ્યા હતાં.

વિદ્યાર્થીઓ, વાલીઓ, અને શહેરીજનોએ આવી ક્લાઈમેટ સ્ટ્રાઈક દર શુક્રવારે કરવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમમાં સહજીવન, હુનરશાળા, સ્વમાન, શિશુકુન્જ સ્કુલ, હેપ્પી ફેસીસ સ્કુલ અને કચ્છ યુનિવર્સિટી વગેરે સંસ્થાઓનાં પર્યાવરણ પ્રેમી લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.

ભુજમાં પ્રથમવાર ક્લાઈમેટ સ્ટ્રાઈક કરાઈ : પર્યાવરણ અંગે ચર્ચા
અન્ય સમાચારો પણ છે...