Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2 મિત્રો સાથે લગ્નમાં જઇ રહેલા ત્રીજા યુવકે છરીથી હુમલો કરતા એકનું મોત
ભુજની ભાગોળે માધાપરમાં એક લગ્નપ્રસંગમાં બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બાઇક ઉપર જઇ રહેલા ત્રણ મિત્રો પૈકી એક યુવાને બંને મિત્રો પર છરીથી હુમલો કર્યો હતો. એક મિત્રને ખભામાં વાગી હતી તો બીજાને પેટમાં છરી વાગતા ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. બી-ડિવિઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, માધાપર નવા બસ સ્ટેશન પાછળ આવેલા જમાતખાનામાં મિત્રની બહેનના લગ્નમાં બાઇક પર રામજી જોગી, કેતન જોગી અને ઇમરાન સમા ત્રણેય જઇ રહ્યા હતા. અચાનક ઇમરાન સમાએ બંને પર હુમલો કર્યો હતો જેમાં કેતનને ખભાના ભાગે ઇજાઓ પહોંચી હતી તો રમેશ જોગી ઘટના સ્થળે જ મોતને ભેટયો હતો. મૃતકના પરિવારજનો ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ધસી આવ્યા હતા, જયાં તેમણે કહ્યું કે મિત્ર આરીફની બહેનના લગ્ન હતા જયાં કેતન અને રામજી જઇ રહ્યા હતા ત્યારે યક્ષ મંદિર પાસે ઇમરાન સમાએ પોતાને પણ લગ્નમાં જવાનું કહે તેમની સાથે મોટર સાઇકલ પર બેઠો હતો. ત્રણેય જણા બાઇક પર લગ્નમાં જવા નીકળ્યા હતા. જમાતખાનાના ગેટ બહાર ઇમરાને બંને પર હુમલો કરી રામજીને મોતને ગાટ ઉતારી ત્યાંથી નાસી છુટયો હતો.
મૃતક રામજી
જુદી જુદી ટુકડી આરોપીને શોધવા નીકળી
માધાપરમાં બપોરે યુવાનની હત્યા નિપજાવી નાસી છુટેલા ઇમરાન સમા સામે બી-ડિવિઝન પોલીસ મથકે 302નો ગુનો રાત્રે દાખલ થયા બાદ પોલીસે હત્યારા ઇમરાનને શોધવા માટે પેટ્રોલિંગ કર્યું હતું. બી-ડિવિઝનની જુદી જુદી ટીમોએ તેને શોધવા નીકળી હતી.
બી-ડિવિઝન પોલીસ મથકે હત્યાનો નોંધાયો ગુનો : પરિવારજનો અને સબંધીઓ ભુજની જી.કે.માં એકત્ર થયા
માધાપર જમાતખાનામાં ત્રણેય જણા બાઇક પર પહોંચ્યા : ગેટ પાસે જ હુમલો કર્યો, એક ગંભીર