તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News A Study Of The Migration Of A Small Bird Such As A Tetodi Using Satellite Imagery 061535

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપગ્રહની તસવીરોની મદદથી ટીટોડી જેવા નાના પક્ષીના સ્થળાંતરનો અભ્યાસ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છમાં મળતાવડી ટીટોડીની હવે ઉપગ્રહના અાધારે સ્થળાંતરનો અભ્યાસ શરૂ કરાઇ છે. કચ્છના જુદા-જુદા વિસ્તારોમાં તેની હાજરી મળી અાવી રહી છે.

કચ્છમાં અામ તો મળતાવડી ટીટોડીની નોંધ ઓગષ્ટ 1947માં હિમ્મતસિંહજી તથા સ્પાર્કસ દ્વારા લેવામાં આવી હતી. ત્યારબાદ ઘણા વર્ષો પછી ભુજ સ્થિત ગાઈડના વૈજ્ઞાનિકોની ટીમના સભ્યોને ઘોરાડ રક્ષિત વિસ્તાર લાલા અભયારણ્યમાં 29 ડિસેમ્બર 1998ના રોજ જોવા મળી હતી. 2005માં આ પક્ષી પાટણ પાસે જોવા મળ્યું હતું. નવેમ્બર 2006 માં અને નવેમ્બર 2007 માં આ પક્ષીની નોંધ વિદેશી પક્ષી શાસ્ત્રી જોહાનેસ કેમ્પ દ્વારા વણોદ પાસે તથા કચ્છના નાના રણમાં લેવામાં આવી હતી. નવેમ્બર 2008 માં કચ્છના પક્ષી શાસ્ત્રી ડો. તિવારીને બન્નીમાં ધોરડો પાસે ત્રીસ જેટલા પક્ષીઓ જોવા મળ્યા હતા. જાન્યુઆરી 2010 અને જાન્યુઆરી 2011 માં છારી ઢંઢ માં 51 અને 20 જેટલી સંખ્યામાં જોવા મળ્યા હતા. જાન્યુઆરી 2012 અને 2013 માં છારી ઢંઢ પાસે આ પક્ષીઓ જોવા મળ્યા હતા. ડો. પી. એસ. ઠક્કરે પણ બન્નીમાં ભીટારા પાસે, જાન્યુઆરી 2013માં આશરે ત્રીસ જેટલા પક્ષીઓની નોંધ લીધી હતી. કચ્છ ના પક્ષી નિરીક્ષક શાંતિલાલ વરુએ પણ હાજીપીર અને છારી ઢંઢ વચ્ચે 2010 અને 2013 માં આ પક્ષીઓની નોંધ લીધી છે. ભુજના બીજા પક્ષી નિરીક્ષક નવીનભાઈ બાપટે આ વર્ષે પણ આ પક્ષીઓની નોંધ કચ્છમાં બનિયારી પાસે લીધી છે. વર્ષ 2016 અને 2017માં રોનક ગજ્જર, જયમીત સોલંકી અને મનોજ ટાંકે 12 જેટલી સંખ્યામાં ભીટારા નજીક નોંધ કરી છે. વર્ષ 2020 ના જાન્યુઆરી મહિનાના પહેલા દશ દિવસમાં તેમણે બનિયારી પાસે બે વખત આ પક્ષી જોયું છે. 2011થી આ પક્ષીઓના સ્થળાંતર પર પક્ષી નિષ્ણાતો, ઉપગ્રહની મદદ થી નજર રાખે છે.

ગુજરાત ઈકોલોજી સોસાયટીના સભ્યોએ કચ્છમાં બન્નીમાં આવેલ છારી ઢંઢની ઉત્તરના વિસ્તારમાં આ પક્ષીઓનું સર્વેક્ષણ લગભગ ચાર વર્ષ સુધી કર્યું હતું અને 2010થી 2013 એમ ચારે વર્ષ તેઓને આ વિસ્તારમાં જોવા મળ્યા હતા. 2011 થી સંદેશાવ્યહાર ઉપગ્રહની મદદથી આ પક્ષીઓની હિલચાલ પર નજર રાખવામાં આવતાં, આ પક્ષીઓની હાજરી 2015 માં ગુજરાતમાં આ પક્ષીની હાજરી રાધનપુર પાસે બનાસ નદીની દક્ષિણમાં આવેલ દાઉદપુર ગામના ખેતરોમાં જોવા મળી હતી. અહીં હન્ના નામની એક ટીટોડીના ગળામાં પીટીટી - પ્લેટફોર્મ ટ્રાન્સમીટર ટર્મિનલ - પહેરાવેલું પક્ષી પહોંચી ગયું હતું. તેની હિલચાલ કયા વિસ્તારમાં છે તે જાણવા માટે, દૂર સંવેદન પ્રકારના ઉપગ્રહની મદદથી મળેલ તસ્વીરની મદદથી જાણકારી મેળવવામાં આવી હતી. ઉપગ્રહની મદદથી કચ્છમાં તથા ગુજરાતમાં આ પક્ષીની હિલચાલ પર નજર રાખવા માટે અભ્યાસ કરવાની જરૂર છે તેવું ડો. પી. એસ. ઠક્કરે, જણાવ્યું હતું.

શિયાળો ગાળવા કચ્છ-ગુજરાતમાં અાવે છે
મળતાવડી ટીટોડી રશિયા, સાઇબિરિયા તથા મધ્ય એશિયામાં કઝાખસ્તાનનું રહેવાસી પક્ષી છે તથા તે વિસ્તારમાં પ્રજનન કરે છે. શિયાળો ગાળવા તે ગુજરાતમાં આવે છે. આ પક્ષીઓની સંખ્યા વિશ્વમાં ઘટી રહી છે. હાલમાં વિશ્વમાં માત્ર 1100 પક્ષી હોવાની સંભાવના છે.

કચ્છમાં છેક 1947થી અા પક્ષીની જોવા મળતી હાજરી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો