તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News A Program For Children39s Rights Law And Planning Information Was Organized In Bhuj 061512

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં બાળકોના અધિકારો, કાયદા અને યોજનાકીય માહિતી માટે કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છ તથા સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્યના જિલ્લા બાળ સુરક્ષા અેકમ કચ્છ દ્વારા ભુજ ખાતે બાળકોના અધિકારો, કાયદા અને સરકારની યોજનાઓ તથા ચાઈલ્ડ લાઈન 2098ની માહિતી અનન્વયે જન જાગૃતિ કાર્યકમનું અાયોજન કરવામાં અાવ્યું હતું. જેમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. પ્રજાપતિ, ઇન. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જે. આર. પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરીયા, લોક સેવા ટ્રસ્ટના હેમેન્દ્રજણસારી, અોલ્ફ્રેડ હાઈસ્કૂલના આચાર્ય વાઘેલા, જેજેબીના રમાબેન ઝવેરી, રાયમા યુથ સર્કલના સલીમભાઈરાયમા, સુરક્ષા અધિકારી રવિન્દ્ર પ્રજાપતિના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સાંસદે જણાવ્યું હતું કે, એસ.યુ.કે. હર હંમેશ વિદ્યાર્થીઓ માટે વિકાસ અને કલ્યાણના કાર્યો કરે છે. એ માટે અભિનંદન પાઠવ્યા હતા. એસયુકેના જિલ્લા પ્રમુખ મીત ગોસ્વામીઅે તમામનું સ્વાગત કર્યું હતું. ઉપપ્રમુખ નજર રાયમાએ કાર્યક્રમનો પ્રાથમિક પરિચય આપ્યો હતો. લોક સેવા ટ્રસ્ટ હેમેન્દ્રભાઈ જણસારીએ દરેક કાર્યમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. રાયમા યુથ સર્કલના પ્રમુખ સલીમ રાયમાએ કાર્યક્રમની પ્રસંશા કરી હતી. બાળકોના કાયદા અને અધિકારોની વિસ્તુત માહિતી જે.જે.બી.ના રેશમાબેન ઝવેરીએ આપી હતી. ચીફ ઓફિસર સમાજ સુરક્ષા એ.વાય. મંડોળીઅે જણાવ્યું હતું કે બાળ લગ્નએ સમાજ માટે દૂષણ છે. બાળકો માટેની યોજનાની માહિતી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોરીયાએ આપી હતી. કાર્યક્રમનું સંચાલન કત્તીરા ઋષિકા અને નસરીન રાયમાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો