તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છમાં આ વર્ષે પક્ષીજગતના અનેક નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં આ વર્ષે પક્ષીજગતના અનેક નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. અંજાર નજીક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરી રહેલા દિવ્યભાસ્કરના ફોટોગ્રાફર રોનક ગજજર, વનવિભાગના એસીએફ તુષાર પટેલ અને અંજારના વિપુલ પટેલને રેડ હેડેડ બંટીંગ પક્ષી જોવા મળ્યું હતું. પક્ષીવિદ શાંતિલાલભાઈ વરુએ જણાવ્યું કે, બર્ડ્સ ઓફ કચ્છ બુકમાં નોંધ મુજબ ડો સલીમ અલીએ આ પક્ષીને રાપરમાં 20 સપ્ટેમ્બર 1943 ના અને ત્યારબાદ માર્ચ 1944માં જોયું હતું. ત્યારબાદ કચ્છમાં રેડ હેડેડ બંટીંગ એટલે કે લાલ માથાનો ગંદમ પક્ષી જોવા મળ્યું ન હતું. શંકુ આકારની ચાંચ ધરાવતું પક્ષી વાવેતર આસપાસ જોવા મળે છે. જીવાત અને બીજ ખાતું પક્ષી એકસાથે ત્રણ અથવા પાંચ ઈંડા આપે છે. રશિયા નિવાસી પ્રવાસી પક્ષી શિયાળો ભારત અને બાંગ્લાદેશમાં ગાળે છે. જો કે આ તબક્કામાં જ શાંતિલાલ વરુ અને ઊર્મિ જાનીએ પણ તાજેતરમાં આ પક્ષીની હાજરી નોંધી છે. ખરેખર કચ્છમાં આ શિયાળો પક્ષી જગત માટે અદભૂત સાબિત થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...