તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News A Large Number Of Folks Are Thrilled In Gabbarshireere39s Enthusiasm In Kujisar 061019

કુંજીસરમાં ગેબનશાપીરના ઉર્ષમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંજીસરમાં ગેબનશાપીરની દરગાહે ત્રિદિવસીય મેળો ભરાયો હતો જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના ભાઇઅો-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.

ચાદરપોશીની વિધિ ઉપરાંત બે રાત્રીઅો દરમિયાન પ્રખ્યાત કલાકારો દ્વારા સંતવાણી અને કચ્છી કાફીની રમઝટ બોલાવાઇ હતી. અેકઠી થયેલી ઘોર ગૌસેવાર્થે અને ધાર્મિક કાર્યોમાં વાપરવાની જાહેરાત કરાઇ હતી. તાજેતરમાં અવસાન પામેલા કુરબાનઅલીબાપુને અંજલિ અપાઇ હતી. ગાદીપતિ વલાબાપુઅે અાશીર્વાદ પાઠવ્યા હતા.

સમારોહમાં રાણા અાહિર, સાનંદિન સામતાલી, ફકીરમામદ અબડા, દાઉદ ફકીર, રાધાભાઇ અાહિર, ભચાભાઇ પટેલ, ચતુરગીરી, માદેવા કાના, કરશન ચામરિયા, અલીભાઇ સહિતના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. અાયોજન કુંજીસર-મેઘપરના અાગેવાનોઅે સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...