તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હૃદયરોગના હુમલાથી પ્રથમ હરોળના કચ્છી લોક ગાયકના સૂર વિલાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કચ્છી લોક ગાયકોની પ્રથમ હરોળના ગાયક ઇસ્માઇલ ઇશાકભાઇ મીરનું શનિવારે હૃદયરોગના હુમલાથી અવસાન થતાં કચ્છે અેક ચુનંદા ગાયકને ગુમાવ્યો છે.

ઇસ્માઇલભાઇ કચ્છી અને સિંધી કાફીઅો ગાવામાં મશહૂર હતા. તેમણે ભજન ક્ષેત્રે પણ સારી અેવી કુશળતા પ્રાપ્ત કરી હતી. તેઅો ગુજરાતના નામી કલાકારો જેવા કે, નારાયણ સ્વામી, નિરંજન પંડ્યા, પ્રાણલાલ વ્યાસ વગેરે સાથે કાર્યક્રમો અાપી લોકપ્રિય બન્યા હતા. તેમણે પોતાના સંગીતથી મઢેલા ગીતોના 400 જેટલા અાલ્બમ બહાર પાડ્યા હતા. હાજીપીરના મેળામાં તો તેમણે ગાયેલા ગીતો વિપુલ પ્રમાણમાં વાગતા હતા.

ઉપરાંત અાકાશવાણી પરથી તેમના ગીતો વારંવાર રજૂ થતા રહે છે. ગ્રામીણ લોકોમાં પણ ઇસ્માઇલ મીરની લોકપ્રિયતા નોંધનીય હતી. ખુબ જ મિલનસાર સ્વભાવના તેઅો તેમના ખાસ મિત્રોની ‘અમે સૂર સંગી’ની બેઠકમાં નિયમિત અાવી, કોઇપણ જાતના અાર્થિક લાભ વિના પોતાની કળા રજૂ કરતા હતા.

વનરાજ ભાટિયાના સંગીત નિયોજન હેઠળ તેમણે ડો. જયંત ખત્રી ફિલ્મ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત ફિલ્મ ‘ધાડ’માં પોતાનો કંઠ અાપ્યો હતો. તેમનું ‘હલરે સજણ કચ્છડો તોકે સડ પ્યો કરે’ ગીત તો ખુબ જ લોકપ્રીય બન્યું હતું. થોડા સમય પહેલા ફિલ્મ ‘ધાડ’માં કંઠ અાપવા બદલ ભુજ ખાતે તેમનું સંસ્મૃતિ દ્વારા સન્માન કરાયું હતું. તેમના પત્ની પણ થોડા સમય અગાઉ અા દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા, ત્યારબાદ ઇસ્માઇલભાઇને અેકલાપણાનું દુ:ખ હતું. કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા પણ ઇસ્માઇલભાઇનું સન્માન કરાયું હતું. કચ્છની લોકકલા, વારસાનું જતન કરનારા ઇસ્માઇલની વિદાયથી કચ્છી સંગીત રંક બન્યું છે.

ઇસ્માઇલભાઇઅે ‘ધાડ’ ફિલ્મ ઉપરાંત 400 અાલ્બમમાં કંડ અાપ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો