Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માધાપરમાં છરી ભોંકી દઇ મિત્રને મોતને ઘાટ ઉતારનાર અંતે ઝડપાયો
માધાપરમાં છરી ભોંકી મિત્રને મોતને ઘાટ ઉતરનારા અારોપી ઈમરાન મામદ સમાની પોલીસે બાતમીના અાધારે માંડવી તાલુકાના મઉ અને મકાડા વચ્ચેની સીમમાંથી શુક્રવારે ધરપકડ કરી લીધી છે.
માધાપરના યક્ષ મંદિર પાસે રહેતા કેતનભાઇ ભવાનભાઇ જોગીઅે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અારોપી ઈમરાન મામદ સમાના ભાઇ મોસીન સાથે ફરિયાદીનો અગાઉ ઝઘડો થયો હતો. જેનું મનદુખ રાખીને ગુરૂવારે અારોપીઅે જાનથી મારી નાખવાની ધમકી અાપી હતી. બાદમાં ફરિયાદીના મિત્ર રામજી જોગી સાથે પૈસાની લેતી-દેતી બાબતે બોલાચાલી કરી ઉશ્કેરાઇ જઇને અારોપીઅે પોતાની ભેટમાંથી છરી કાઢી ફરિયાદીને ખભાના ભાગે અને તેના મિત્ર રામજી જોગીને પેટના ભાગે છરીથી હુમલો કર્યો હતો. રામજી જોગીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવને અંજામ અાપ્યા બાદ અારોપી ઇમરાન નાસી છુટ્યો હતો. હત્યા કરનાર અારોપીના સબંધી માંડવી તેમજ ગઢશીશા વિસ્તારમાં હોવાનું સામે અાવતાં પોલીસ ટુકડીઅે છાનબીન હાથ ધરાઇ હતી. દરમિયાન બી ડિવિઝન પોલીસ મથકના અેઅેસઅાઇ નીરૂભા મંગળસિંહ ઝાલા અને હેડ કોન્સ્ટેબલ હરિશચંન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજાને સયુંક્ત બાતમી મળતા બાતમીના અાધારે પોલીસ કાફલાઅે અારોપી ઈમરાન મામદ સમાને મઉં અને મકડાની સીમમાંથી દબોચી લીધો હતો. પોલીસે અારોપીના કબજામાંથી હત્યામાં વપરાયેલી છરી કબજે કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અા કામગીરીમાં પોલીસ ઇન્સ્પેટર અાર.અેન.ખાંટ, પીઅેસઅાઇ વી.અાર.ઉલ્વા, અેઅેસઅાઇ નીરૂભા ઝાલા, હરિશચંન્દ્રસિંહ જાડેજા, શિવરાજસિંહ પી.રાણા, લલીતભાઇ પી.ચુડાસમા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
બી ડિવિઝન પોલીસ ટીમોઅે ખૂનના અારોપીને ગણતરીના કલાકોમાં પકડ્યો
માંડવીના મઉ અને મકડા વચ્ચેની સીમમાં છુપાયો હતો