ડાયાલિસીસના દર્દીઅોની સહાયતાર્થે 65000નું દાન અેકત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના સમાજસેવી દ્વારા સતત અાઠમા વર્ષે ગણેશ પંડાલોમાં ડાયાલિસીસના દર્દીઅોની સહાયતા માટે દાન અેકત્ર કરવા દાનપેટી મૂકાઇ હતી જેમાં પર્વને અંતે 65 હજારનું અનુદાન અેકઠું થઇ શક્યું હતું.

સામાજિક કાર્યકર મિતેષ શાહ દ્વારા અા દાનપેટીઅો મૂકાવાઇ હતી જેમાંથી અેકઠી થયેલી 65000ની રકમનો ચેક અાયોજકોની સાથે ક્ષત્રિય સમાજના અગ્રણી પરાક્રમસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મિતેષભાઇને સોંપવામાં અાવ્યો હતો. અા વર્ષે સૌથી વધુ ફાળો ફ્રેન્ડ્સ ગ્રૂપ અને રઘુવંશી મિત્રમંડળ તરફથી અાવ્યો હતો. સમાજસેવીઅે તમામ પંડાલ અાયોજકોનો અાભાર માની અાગામી વર્ષોમાં પણ અાવો જ સહયોગ મળતો રહેશે તેવી અાશા વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...