• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News a complete literature seminar with the folk folk diaries in bhuj 061605

ભુજમાં સંગીતમય લોક ડાયરો સાથે કારાણીના સમગ્ર સાહિત્ય સેમિનાર

Bhuj News - a complete literature seminar with the folk folk diaries in bhuj 061605

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
કચ્છના ગાૈરવંતા સાહિત્યકાર દુલેરાય કારાણીના સમગ્ર સાહિત્ય પર ભુજમાં 24મી નવેમ્બરે વિશિષ્ટ સેમિનાર યોજાશે, જેમાં સંગીતમય ડાયરાની પ્રસ્તુતિ સાથે ગુજરાતના લોકસાહિત્યવિદ જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહેશે અને કારાણી રચિત વિવિધ સાહિત્ય પ્રકારો પર વકતવ્યો રજુ કરવામાં અાવશે.

માંડવી સ્થિત વિવેકાનંદ રિસર્ચ અેન્ડ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટના વિવેકગ્રામ પ્રકાશન રજત જયંતી વર્ષ નિમિત્તે ભુજમાં રોટરી હોલ ખાતે 24મીએ સવારે 10 વાગે પ્રવિણભાઈ વીરા દ્વારા ખુલ્લો મૂકાશે. સેમિનારમાં પ્રસ્તુત થનારા તમામ વક્તવ્યો સહીત અન્ય કેટલાક લેખોનો સમાવેશ કરતો દુલેરાય કારાણી અાચમન વિશેષાંકનો વિમોચન કાર્યક્રમ સાંજે 4.30 વાગે યોજાશે. સાંજે 6.15 વાગે દુલેરાય કારાણી સાહિત્ય અાધારિત સંગીતમય ડાયરો ‘ચઈ ચઈ કિતરો ચે કારાણી’ની પ્રસ્તુતિ લાલ રાંભિયા અને સાથી કલાકારો દ્વારા થશે. જેનો બાબુભાઈ મેઘજી શાહ કરાવશે. આ અાયોજનમાં મેમારુ અેન્ટરટેઈનમેન્ટ લી. મુંબઈ, સદભાવ અેજ્યકેશન ટ્રસ્ટ ભચાઉ, અને પ્રવીણ વીરા અેન્ડ કું. મુંબઈ સહયોગી બની રહ્યા છે. સમગ્ર કાર્યક્રમ રસ ધરાવનારા સાૈ કોઈ માટે ખુલ્લો મૂકાયો છે, જેમાં ભાગ લેવા અને વધુ માહિતી માટે સંયોજક ગોરધન પટેલ ‘કવિ’ના મો. નં. 9825243355નો સંપર્ક કરવા અેક યાદીમાં જણાવાયું છે.

X
Bhuj News - a complete literature seminar with the folk folk diaries in bhuj 061605
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી