તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલચ|કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી મળશે ઠગાઇ |યુવક પાસેથી ટુકડે ટુકડે 32 હજાર સેરવાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજના પ્રમુખ સ્વામીના ઓધવ એવન્યુમાં રહેતા યુવકને સીપલા કંપનીમાં ક્વોલિટી એસ્યોરન્સની નોકરી આપવા બાબતે ઓનલાઇન રૂપિયા ભરાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરનારા અજાણ્યા ત્રણ જણા સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભુજના પ્રમુખ સ્વામીનગરમાં 101/એ ઓધવ હાલ અભ્યાસાર્થે અમદાવાદ રહેતા યશ ભુપેન્દ્રભાઇ ઠકકર (ઉ.વ.22)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું કે, છેતરપીંડીનો બનાવ ગત 13 મે 2018થી 9 જુન 2018 દરમિયાન બન્યો હતો. ફરિયાદીએ ઓનલાઈન સાઇન ડોટ કોમ (રોજગારહબ્સ ડોટ કોમ)નામની વેબસાઈટ પર નોકરી મેળવવા માટે ઓન લાઇન અરજી કરી હતી દરમિયાન સીમા વર્મા નામની મોબાઇલ નંબર 72340 27262 તથા પ્રિન્સ સર નામનો વ્યક્તિ મોબાઇલ 63918 34202એ ફરિયાદી સાથે વાત કરી સીપલા નામની કંપનીમાં ક્વોલિટી એસ્યોરન્સ તરીકેની નોકરી આપાવી દેવાની વાત કરી હતી. ત્યાર બાદ 95605 85121 નંબર પરથી ફોન આવ્યો હતો અને ફરિયાદી પાસેથી સેલેરી એકાઉન્ટ ખોલાવવા માટે 10 હજારની માંગણી કરી હતી તેમજ સિક્યુરીટી પેટે 8,500 રૂપિયા અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનના 12 હજારની માંગણી કરી હતી. જેમા ફરિયાદીએ 12 હજાર પોતાની પાસે ન હોવાનું જણાવતાં 6 હજારમાં નક્કી થયું હતું અને આરોપીઓએ યુવકને મુંબઇ ઇન્ટરવ્યુ માટે બોલાવવા ટ્રેનની ટીકીટ પણ કઢાવી આપી હતી પરંતુ નોકરી ન અપાવી અને રૂપિયા પણ પરત ન કરતાં ફરિયાદીએ પશ્ચિમ કચ્છ એલસીબીમાં આરોપીઓના મોબાઇલ નંબર સાથે ફરિયાદ નોંધાવી હતી. એલસીબીની તપાસમાં આ કંપની કોઇ દિલ્હીના કોઇ બોગસ નામે ખુલ્લી હોવાનું બહાર આવતાં અને યુવકને છેતરાઇ ગયા હોવાનું જણાતાં આખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ મોબાઇલ નંબરો અને તેના પર આવતા નામોવાળા વ્યક્તિઓ સામે 34,170 રૂપિયાની ઠગાઇ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરૂધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઠગબાજોએ યુવક માટે કઢાવેલી રેલવેની ટીકિટ પણ રદ્દ કરી દીધી
ઠગબાજોએ યશ ઠક્કર માટે 13-6-18ના રોજ ભુજથી મુંબઇની રેલવેની ટીકિટ પણ બુક કરાવી હતી, તે સમયે યશે સિક્યુરીટીની રકમ 8500 ઓનલાઇન ભરી હતી. બાદમાં 7-6-18ના પોતે પ્રિન્સ સર હોવાનું કહેનારાએ 12 હજાર રૂપીયા ભરવા આગ્રહ રાખ્યો હતો, યશે આટલી રકમ પોતાની પાસે ન હોવાનું કહેતા 6 હજાર અત્યારે ભરી આપો એવું કહેવાયું હતું અને યશે 6 હજાર ભર્યા હતા. જો કે, એના બે જ દિવસ બાદ ફરીથી ફોન આવ્યો કે 6 હજાર ભરવાના બાકી છે અને આ 6 હજાર ન ભરેલા હોવાથી તેની રેલવેની ટીકિટ પણ કેન્સલ કરાવી નાખવામાં આવી હતી.

ભુજના યુવાનને મુંબઇ ઇન્ટરવ્યુ માટે બોલાવી, ટ્રેનની ટીકિટ પણ કઢાવી અપાઇ હતી
મેઇલ પર ઓફર લેટર આપ્યો
શરૂઆતમાં યશને તેના ઇમેઇલ એડ્રેસ પર રોજગાર હબ્સના ઇમેઇલ આઇડી પરથી ઓફર લેટર પણ આપવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો