- Gujarati News
- National
- Bhuj News A Biased Stance On The Issue Of The Chair Of The English Building Of Kutch University 061154
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ યુનિ.ના અંગ્રેજી ભવનના અધ્યક્ષ મુદ્દે પક્ષપાતી વલણ ?
કચ્છ યુનિવર્સિટીમાં વિવાદો કેડો ન મૂકતા હોય તેમ અંગ્રેજી ભવનના અધ્યક્ષ મુદ્દે વિવાદ વકર્યો છે તો વળી ડીનની નિમણૂક મુદ્દે પણ ચણભણાટ જોવા મળી રહ્યો છે.
ડો. રાજેશકુમાર વી. બસિયા અને ડો. કાશ્મીરાબેન મહેતાની અેક જ દિવસે અંગ્રેજી ભવનના અેસો. પ્રોફેસર તરીકે નિમણૂક કરાઇ હતી. યુનિ.ના સ્ટેચ્યુટ 96 મુજબ ભવનમાં સિનિયર પ્રોફેસરને ત્રણ વર્ષ માટે અધ્યક્ષ તરીકે નિમણૂક અપાય છે. દોઢ માસ બાદ ડો. મહેતાની ત્રણ વર્ષ માટે ઇ. અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઇ હતી, જેમનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો હોઇ, માંડવી કોલેજમાં ઇ. અાચાર્ય તરીકે બજાવી ચૂકેલા ડો. અાર.વી. બસિયાઅે ડો. મહેતા અને પોતે અેક દિવસે યુનિ.માં નિમણૂક પામ્યા હોઇ અાગામી ત્રણ વર્ષ માટે અધ્યક્ષ તરીકે નિમણૂક અપાય તે રીતની લેખિત માગ તા.5/3ના ઇ.ચા. કુલસચિવ સમક્ષ કરી હતી. જેનો જવાબ વાળતા ઇ.ચા. કુલસચિવે તા.7/3ના પત્રથી પૂર્વ કુલપતિની નિયુક્તિને ગ્રાહ્ય રાખી, ડો. મહેતાને જ વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરતાં વિવાદ વકર્યો છે. વિશેષમાં અધ્યક્ષની નિમણૂકમાં પક્ષપાતી વલણ અખત્યાર કરાતો હોવાનો અાક્ષેપ કરાયો છે. જો કે, અા બાબતે યુનિ.ના રજિસ્ટ્રાર તેજલ શેઠનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, કાશ્મીરાબેન મહેતા ઉંમર અને ફરજના અનુભવના અાધારે સિનિયોરિટીમાં અાવતા હોઇ તેમજ યુનિ.ના સ્ટેચ્યુટ મુજબ પૂર્વ કુલપતિ દ્વારા કરાયેલી નિયુક્તિને ગ્રાહ્ય રાખવામાં અાવી છે.
અગાઉના મહિલા પ્રોફેસરને રીપિટ કરાતાં વિવાદ વધુ વકર્યો
અેસો. પ્રોફેસરે હેડ બનાવવા ઇ. કુલસચિવ સમક્ષ કરી માગ