તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુકમામાં પાણીના ટાંકામાં પડી જતાં 3 વર્ષના બાળકનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુકમા ગામે વૈભવનગરમાં રહેતો ત્રણ વર્ષનો બાળક રૂદ્ર રમતા રમતાં ઘરના પાણીના ટાંકામાં પડી જતાં તેને સારવાર નસીબ થાય તે પૂર્વે મોત અાંબી ગયું હતું.બાળકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.શુક્રવારે સવારે સાડા અાઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. કુકમા ખાતે વૈભવનગરમાં રહેતા ગોવિંદગર હીરાગર ગુસાઇનો ત્રણ વર્ષનો પુત્ર ઘરના અાંગણામાં રમતો હતો અને અચાનક પાણીના ટાંકામાં પડી જતાં તેને તાત્કાલિક બહાર કાઢીને પ્રથમ ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં લઇ જવાયા હતો જ્યાંથી જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ અાવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...