જિલ્લાભરમાં 9931 ઘાસકાર્ડ રદ કરાયા

DivyaBhaskar News Network

Mar 16, 2019, 02:11 AM IST
Bhuj News - 9931 grass record canceled in the district 021134
કચ્છમાં અછતની પરિસ્થિતીનુે અનુલક્ષી રાજય સરકારે ઘાસડેપો શરૂ કરી ઘાસકાર્ડ મારફત રાહતભાવે ઘાસ વિતરણ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે જિલ્લામાં મહતમ સંખ્યામાં ઢોરવાડા શરૂ થવાના કારણે ઘાસડેપો પરનું ભારણ ઘટી જતાં વહિવટીતંત્રે જેે માલધારીઓના પશુ ઢોરવાડામાં નિભાવ અર્થે આપવામાં આવ્યા છે તેવા 9931 ઘાસકાર્ડ રદ કરી દેવાયા છે. વધુમાં હજુ વધુ કાર્ડ જમા લેવા એટલે કે રદ કરવાની પ્રક્રિયા જારી હોવાનું અછત નાયબ કલેકટર એન.યુ.પઠાણે માહિતી આપતાં જણાવ્યું હતું.

અછત નાયબ કલેકટરના જણાવ્યા અનુસાર ઘાસડેપોની સમીક્ષા કરવામાં આવી રહી છે. જે ઘાસડેપોમાં હાલ ઘાસનો ઉપાડ સહિતની કામગીરી ઘટી ગઇ છે. તેવા ઘાસડેપોનું અન્ય ડેપોમાં વિલીનીકરણ કરવાની કામગીરનો દોર પણ આરંભવામાં આવશે. ઘાસડેપો મર્જ કરવાનો મુળ આશય વિતરણ વ્યવસ્થામાં અરાજકતા ટાળી સરળતા લાવવાનો હોવાનું તેમણે માહિતી આપતાં ઉમેર્યું હતું. ઉલ્લેખનિય પશુધનના નિભાવ માટે ૩૮૫ ઢોરવાડા ખોલવામાં આવ્યા છે. જેમાં ભુજમાં સૌથી વધુ 152 જયારે અબડાસામાં ૬૪, લખપતમાં ૬૨, નખત્રાણામાં ૪૩, મુંદરામાં ૧૨, માંડવીમાં ૧૪, અંજારમાં ૨૯ અને ભચાઉ તાલુકામાં ૯ કેટલકેમ્પ કાર્યરત છે. જિલ્લામાં રદ થયેલ ઘાસકાર્ડની સર્વાધીક સંખ્યા અબડાસા લખપત અને ભુજ તાલુકામાં હોવાનું આંકડાકિય વિગતો પરથી જાણવા મળી રહ્યું છે. જિલ્લામાં હાલ 225 જેટલા ઘાસડેપોમાં 1.07 લાખ ઘાસકાર્ડ મારફત ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

કાર્ડ રદ કરાયા

તાલુકો રદ કાર્ડ

લખપત 2874

અબડાસા 1997

ભુજ 2079

નખત્રાણા 740

અંજાર 1076

માંડવી 333

ભચાઉ 102

રાપર 26

X
Bhuj News - 9931 grass record canceled in the district 021134
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી