તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Bhuj News 96 Thousand Were Withdrawn From The Account By Selling Bicycles At Olx 060641

OLX પર સાઇકલ વેંચવા મુકી ને ખાતામાંથી 96 હજાર ઉપડી ગયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુળ ઉતરપ્રદેશના અને માધાપરમાં રહેતા નિવૃત્ત સુરક્ષા કર્મીએ પોતાની સાઇકલ ઓએલએક્સ વેબસાઇટ ઉપર વેચવા માટે મુકી હતી, જેના પરથી ધુતારાઓ તેમનો સંપર્ક કરી વ્હોટસએપ મેસેજમાં લીંક મોકલી હતી. જે લીંક ઓપન કરતાની સાથે જ તેમના ખાતામાંથી ટુકડે ટુકડે 96 હજાર રૂપીયા ઉપડી ગયા હતા. બી-ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડીની ફોજદારી નોંધાવાઇ હતી.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, જયસીંગ વિષ્ણુદયાલ સીંગ (રહે. માધાપર, મુળ ઉતરપ્રદેશ) નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. તેમને પોતાની સાઇકલ રૂપીયા 1500માં વેચવા માટે ઓએલએક્સ વેબસાઇટ ઉપર નાખી હતી, જેના પરથી એક અજાણ્યા નંબર પરથી વ્હોટસએપમાં મેસેજ આવ્યા હતા. જેમાં સાઇકલ ખરીદીની તૈયારી દર્શાવાઇ હતી. જે મેસેજમાં તેમને કહેવાયું કે તેઓ જે લીંક મોકલે તે ઓપન કરશે તો ફરીયાદીના એકાઉન્ટમાં રૂપીયા જમા થઇ જશે. ફરીયાદીએ એસબીઆઇના એકાઉન્ટની પાસબુકમાં એન્ટ્રી કરાવતા જુદી જુદી તારીખે 24999, બે વખત 10 હજાર, બે વખત 3278 અને 19516 એમ કુલ 96080 રૂપીયા ઉપડી ગયા હતા. જે નંબર પરથી મેસેજ આવ્યા હતા તેના પર સંપર્ક કરતા કોઇએ ફોન ઉપાડયો ન હતો. આરોપીઓ તેમનો સંપર્ક કરી મોબાઇલમાં લીંક મોકલીને ફરીયાદીના ખાતા નંબર મંગાવીને તા.8-3ના જુદા જુદા ટ્રાન્જેકશનથી 96,080 રૂપીયા ઓનલાઇન મેવી લઇ છેતરપિંડી કરી હતી. સાયબર ક્રાઇમને લગતા ગુનાઓમાં નોંધપાત્ર ઉછાળો આવશે જેથી લોકોએ સાવધ રહેવુ તે અંગે વહીવટી તંત્ર અને માધ્યમોમાં અવાર નવાર સાવચેત કરાય છે છતાં લોકો તેનો ભોગ બનતા હોય છે.

મુળ ઉતરપ્રદેશના નિવૃત્ત ફોજીએ નોંધાવી ફોજદારી

અન્ય સમાચારો પણ છે...