તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈલેક્ટ્રોનિક મોલે વેરા પેટે 8.12 લાખ ન ભરતા સીલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભુજ નગરપાલિકા શહેરના મિલકતધારકો પાસેથી પાણી, ડ્રેનેજ, સફાઈ અને દિવાબત્તી ચાર્જ, મિલકત વેરો અને શિક્ષણ ઉપકર ઉપરાંત ધંધાર્થીઅો પાસેથી વ્યવસાય વેરો વસુલે છે. જોકે, ટેક્સ બ્રાન્ચ જાન્યુઅારી માસથી લાંબી ઊંઘમાં સરી ગયા બાદ છેક માર્ચ અેન્ડિંગ સમયે જાગે છે અને વર્ષોથી વેરો ન ભરનારા સામે કાર્યવાહી કરવા બાયો ચડાવે છે, જેમાં ગુરુવારે ખુદ મુખ્ય અધિકારી નીતિન બોડાતને નીકળવું પડ્યું હતું અને શીતલ સ્માર્ટ મોલે 8.12 લાખ રૂપિયા વેરા પેટે ભર્યા ન હતા, જેથી પ્રતિષ્ઠાન સીલ
કર્યું હતું.

ભુજ નગરપાલિકામાં અનેક મિલકત ધારકો અને ધંધાર્થીઅોઅે વર્ષોથી વેરા ભર્યા નથી, જેથી લાખો રૂપિયા વેરા પેટે ચડી ગયા છે. જે સ્થિતિ દર વર્ષે હોય છે. અામ છતાં ભુજ નગરપાલિકા જાન્યુઅારી માસથી જ અેવા લાખેણા બાકીદારો ઉપર ધોંસ બોલાવતી નથી. પરંતુ, નાયબ પ્રાદેશિક કમિશ્નર પૂછાણું લે અને લક્ષ્યાંક પૂરું કરવા નોટિસ ફટકારે અેટલે ટેક્સ બ્રાન્ચના ઊંઘતા કર્મચારીઅોને જગાડીને ખુદ મુખ્ય અધિકારીને કોઈની પણ લાજ શરમ રાખ્યા વિના વસુલાત માટે નીકળવું પડતું હોય છે. ગુરુવારે પણ મુખ્ય અધિકારી નીતિન બોડાતને નવી શાક માર્કેટથી છેક લાલ ટેકરી સુધી વેરા વસુલાત માટે નીકળવું પડ્યું હતું, જેમાં અાભા ઈન્ટરનેશનલ, રાજવી ફર્નિચર, અમીત શોપિંગ મોલ અને શીતલ સ્માર્ટ મોલ ઉપર તવાહી બોલાવી હતી, જેમાં શીતલ સ્માર્ટ મોલને સીલ કરી દેવાયું હતું. બાકીના અાભા ઈન્ટરનેશનલ, રાજવી ફર્નિચર, અમીત શોપિંગ મોલના માલિકોઅે અડધુ પડધું ચેકથી ચૂકવણું કર્યું હતું, જેથી તેમને બકસી દેવાયા હતા. જોકે, અહીં સવાલ અે છે કે, મસમોટા પગારે કામ કરતા કાયમી કર્મચારીઅો ઉપરાંત મોટી સંખ્યામાં રખાયેલા રોજંદાર અને ફિક્સ વેતન ઉપરના કર્મચારીઅો અાખું વર્ષ કરે છે શું કે, માર્ચ અેન્ડિંગમાં મુખ્ય અધિકારીને વેરા વસુલાત માટે નીકળવું પડે છે. ટેક્સ બ્રાન્ચમાં પ્રથમ અથવા બીજા વર્ગના અધિકારીની નિમણૂક કરવામાં શા માટે નથી અાવતી.

_photocaption_સીઓ સહિતની ટીમે દુકાનને સીલ મારતા દેખાયા.*photocaption*

વર્ષો જૂના બાકીદારો માર્ચ અેન્ડિંગમાં જ યાદ અાવ્યા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો