તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કોરોના’થી કચ્છના ટ્રાવેલિંગ એજન્ટોની 75 % બુકિંગ કેન્સલ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દુબઇથી પરત ફરેલા માંડવીના યુવા વેપારીને કોરોનાના શંકાસ્પદ લક્ષણો સાથે ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. તેમને કોવીડ-19 વાઇરસની બીમારી છે કે કેમ તેનો રિપોર્ટ શનિવારની રાત્રિ સુધી અમદાવાદથી અાવ્યો ન હોતાં માત્ર દર્દી અને તેના પરિજનો જ નહિ પણ સમગ્ર કચ્છનો જીવ તાળવે ચોંટેલો રહ્યો હતો. જો કે, અા વેપારીની તબિયત સ્થિર અને જોખમની બહાર હોવાનું અારોગ્ય વિભાગે જણાવ્યું હતું.

કોરોનાના લક્ષણો સાથે શુક્રવારે ભુજમાં ખસેડાયેલા દર્દીના ગળફા અને રક્ત સહિતના નમૂના અમદાવાદની બી. જે. મેડિકલમાં પરીક્ષણ માટે મોકલાયા છે જેનો રિપોર્ટ શનિવારે અાવી જવાની શક્યતા હતી. અા અંગે જિલ્લા અારોગ્ય વડા ડો. પ્રેમકુમાર કન્નરનો સંપર્ક સાધતાં તેમણે રિપોર્ટ અાવ્યો ન હોવાનું જણાવ્યું હતું. અાજે રવિવારે ચિત્ર સ્પષ્ટ થઇ જશે તેમ તેમણે ઉમેર્યું હતું. જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. અેન. અેન. ભાદરકાના જણાવ્યા મુજબ અાઇસોલેશનમાં સારવાર લઇ રહેલા અા દર્દીને તાવ ન હોવાની સાથે પલ્સ અને બ્લડ પ્રેશર પણ નોર્મલ હોતાં દેખીતી રીતે ચિંતાનું કોઇ કારણ જણાતું નથી. દરમિયાન દર્દીના સંપર્કમાં અાવેલા લોકોને અારોગ્ય વિભાગ દ્વારા વોચમાં રાખવામાં અાવ્યા છે.

અધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કોરોનાને લગતા લેબોરેટરી પરીક્ષણ માટે પાંચથી છ કલાકનો સમય લાગી જાય છે. અા ઉપરાંત મશિનમાં 10થી 15 નમૂના મૂકીને ટેસ્ટ કરવામાં અાવતો હોવાથી રિપોર્ટ અાવતાં 24થી 48 કલાક જેટલો સમય લાગવાની શક્યતા રહે છે. જો અામ હોય તો અેકલ દોકલ કિસ્સામાં કેવી રીતે ટેસ્ટ કરાતો હશે તેવો સવાલ ખડો થાય છે.માંડવીના દર્દીનો રિપોર્ટ અાવ્યો ન હોવાથી ખુદ દર્દી, તેમના પરિજનો અને સંપર્કમાં અાવેલા લોકો તો ચિંતિત છે જ બીજી બાજુ સોશિયલ મીડિયામાં અા કેસને પગલે અનેક વાતો વહેતી થતાં જિલ્લાભરના લોકોની મીટ દર્દીના રિપોર્ટ પર મંડાઇ છે. તબીબી સૂત્રોનું માનીઅે તો અા દર્દીને કોરોના હોવાની સંભાવના બહુ અોછી છે તેમ છતાં જ્યાં સુધી રિપોર્ટ ન અાવે ત્યાં સુધી લોકોમાં ચિંતાની લાગણી
ફેલાયેલી રહે તે પણ સ્વાભાવિક છે.

માંડવીના કોરોના શંકાસ્પદ દર્દીના રિપોર્ટની જોવાતી રાહ

ભાસ્કર ન્યુઝ ભુજ

વિશ્વભરમાં હાહાકાર મચાવનાર ‘કોરોના’ને કારણે અનેક ક્ષેત્ર અસરગ્રસ્ત બન્યા છે. જેમાં સૌથી વધુ અસર થઇ હોય તો પ્રવાસન અને એને સંલગ્ન વ્યવસાય, જેવા કે હોટલ ઉદ્યોગ, રેસ્ટોરન્ટ, ફ્લાઈટ, રેલસેવા વગેરે. અગામી મહિના એપ્રિલ અને મે માં મોટી સંખ્યામાં લોકો ફરવાના સ્થળે જતા હોય છે, જેમાં વિદેશ પ્રવાસ પણ ખરા. પરંતુ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે હોટલ અને એર બુકિંગ પર 75% અસર પહોંચી છે.

કચ્છમાં એક અંદાજ મુજબ દોઢસોથી વધુ ટ્રાવેલિંગ એજન્ટ છે, જે મોટે ભાગે કચ્છ આવનાર કે અહીંથી બહાર ફરવા જનારનું હોટલ અને ટ્રાવેલ બુકિંગ કરતા હોય છે. વાઘજી વીરજી ટ્રાવેલ્સના પરેશભાઈએ જણાવ્યું હતું કે, કચ્છનું યુરોપીય દેશ સાથે સૌથી વધુ નાતો છે ત્યારે ત્યાંથી આવવાની અને જવાની બધી જ ફ્લાઈટ ટીકીટ કેન્સલ થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા અધિકૃત જાહેરાત કરી 15 એપ્રિલ સુધી વિદેશ આવન-જાવન પર રોક લગાવી છે, ખાસ કરીને ફરવા માટે. છેલ્લા બે દિવસથી યુરોપના દેશો વધુ અસરગ્રસ્ત છે. એજ રીતે ભારતના ફરવાના સ્થળો જે રાજ્યમાં છે તે, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, લદાખ, જમ્મુ એન્ડ કાશ્મીર, કેરાલા સહિતના 17 રાજ્ય અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટ અને હોટલ બુકિંગ 75% રદ્દ કરાઈ છે. લોકોમાં ભય એટલી હદ્દે છે કે એપ્રિલ અંત અને મે મહિનામાં પણ રી-બુક નથી કરાવી. એટલે એમ કહી શકાય કે, આ ઉનાળુ વેકેશનની સિઝન ટ્રાવેલિંગ વ્યવસાય સાથે જોડાયેલા દરેક માટે સંપૂર્ણ રોક લાગી ગઈ છે. આ પરિસ્થિતિ સામે કઈ રીતે ટકવું તે અંગે ભુજમાં કચ્છ અને સૌરાષ્ટ્રના એજન્ટોની એક મીટીંગ પણ આયોજિત કરાઈ છે. જોકે, ‘કોરોના’ને આંતરરાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે, ત્યારે વિશ્વભરમાં એટલો ભય ફેલાયેલો છે, કે ન માત્ર ટુરીઝમ, અન્ય અનેક ક્ષેત્ર આનાથી પ્રભાવિત થયા છે. હોટેલિયર અને એર બુકિંગ એજન્ટ માટે પ્રવાસીઓ જ નહિ મળે તો આગામી દિવસો કઠીન જવાના તે નિશ્ચિત છે.

ભુજમાં દાખલ દર્દીની સ્થિતિ સ્થિર : અારોગ્ય વિભાગ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો