તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

7 રાજ્યના વિદ્યાર્થીઓ કુકમાના વોટર સિક્યુરીટી પ્લાનથી પ્રભાવિત થયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયતમાં અોરિસ્સા, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીશગઢ, મહારાષ્ટ્ર સહિતના છથી સાત રાજ્યોમાંથી બી.અાર.અેલ.અેફ.ના છાત્રો અાવ્યા હતા અને ગ્રામ પંચાયતના વોટર સિક્યુરિટીના કાર્યોથી પ્રભાવિત થયા હતા.

મહિલા સરપંચ કંકુબેન અમૃત વણકરે વિશેષ માહિતી અાપતા જણાવ્યું હતું કે, અેસ.સી.ટી. સંસ્થામાં છથી સાત રાજ્યોના છાત્રો તાલીમ મેળવી રહ્યા છે. કુકમામાં દાયકાઅો પહેલા દાતાઅે દિર્ઘદૃષ્ટિ વાપરીને અેક સાથે ત્રણ તળાવોનું નિર્માણ કર્યું હતું, જેમાં પીવાના પાણીનું તળાવ, સ્નાનસૂતક પાળવા માટેનું તળાવ, પશુપંખીને પીવા માટેનું તળાવનો સમાવેશ થાય છે.

જે તળાવની સારસંભાળના અભાવે ગંદકીઅે માજા મૂકી હતી, જેથી તળાવને સ્વચ્છ કર્યા બાદ ગંદકી ન થાય અે માટે કેટલાક અાવશ્યક પગલા ભર્યા હતા. અેટલું જ નહીં પણ કુવા અને બોરની સુધારણા હાથ ધરી હતી. જે કાર્યોથી પ્રભાવિત થઈને રાજ્ય બહારના લોકો અવારનવાર મુલાકાત લે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો