જીએસટીના 640 દિવસોમાં 600 નોટિફિેકેશન
જીએસટી લાગુ પડયાને 640 દિવસ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં 600 નોટિફિકેશન બહાર પડયા છે. આ ગણતરી દર બીજા ત્રીજા દિવસે નવા નવા નિયમો આવે છે. જેને કારણે વેપારીઓ આજદિન સુધી માથું ખંજવાળી રહ્યા છે. જીએસટી કાયદો એક જ છે પણ કન્ફ્યૂઝ અનેક છે. હજુ સુધી રિટર્ન ભરાતા નથી તો રિફંડ મળતા નથી. 1 જુલાઈ 2017 થી લઈને એપ્રિલ 2019 સુધીમાં રિટર્નમાં થયેલા ફેરફાર, ટેકસદરમાં થતા ફેરફાર, ઈ વે બિલ અંગેના તેમજ તેની કિંમતના, ટ્રાન્સ વનમાં આવેલા ફેરફાર, કોઈ નિયમ કે રિટર્ન હોલ્ડર પર મુકવાના હોય તેના નોટિફિકેશન આવ્યા છે. આ સંજોગોમાં વેપારી વર્ગ મુંઝવણ અનુભવી રહ્યો છે.