તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરિયાણાથી ભુજ લઇ અાવતી 60 ગાય રાજસ્થાનમાં પકડાઇ !

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાં અવાર-નવાર ગાૈવંશનું માસ અને કતલખાના પકડાતા રહે છે. તેવામાં રાજસ્થાનથી અેક ચોંકાવનારી ખબર અાવી છે. સાંચોરના પ્રતાપપુરા પાસેથી લોકોઅે ગાયો અને વાછરડીઅો ભરેલા છ ટ્રક પકડી પાડ્યા હતાં. ચોંકાવનારી વાત અે હતી કે અા પશુઅોને ગેરકાયદેસર રીતે હરીયાણાથી ભુજ લઇ અવાતા હતા !

ગાય અને વાછરડીઅો ભરેલા છ ટ્રક ગામ લોકોઅે અટકાવ્યા હતા. અા અંગે મોટો હંગામો પણ થયો હતો. જેના પગલે પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરી હતો. અા ગાૈવંશ હરિયાણાથી ભુજ લઇ અાવતો હોવાની કબૂલાત અાપી હતી. ચોંકાવનારી વાત અે છે કે ટ્રમમાં દુધારી ગાયો પણ હતી.

કુલ 60 ગાય અને 76 વાછરડા અને વાછરડી હતી. તો અેક ટ્રક તો ગુજરાત માટે નિકળી ગઇ હોવાનું પણ બહાર અાવ્યું હતું.

અા ગાયની હેરાફેરી અંગે કોઇ મંજૂરી નહી હોવાથી સાંચોર પોલીસ મથકે ટ્રકને લઇ જવાઇ હતી. જ્યાં ગુનો નોંધાયો હતો. જ્યારે ગાૈવંશને પ્રતાપપુર ગાૈશાળામાં લઇ જવાયા હતાં.

ભુજમાં ગાય લઇ અાવવાનું કારણ શું ?
અા ગાય ભુજમાં શા માટે લઇ અવાતી હતી તે અંગે કઇ કહેવાયુ ન હતું. હરિયાણાથી છેક ભુજ સુધી ગાય શા માટે લઇ જવાય તે અેક તપાસનો વિષય છે. ભુજ પોલીસે પણ અા દિશામાં તપાસ કરાવની જરૂર છે.

રાજકીય માહોલ પણ ગરમાયો
અા ઘટનાની જાણકારી મળતા ભાજપના જિલ્લા અધ્યક્ષ શ્રવણસિંહ રાવ પણ પહોંચી અાવ્યા હતાં. પશુચિકિત્સા અધિકારીઅો સહિતનો સરકારી કાફલો પણ દોડી અાવ્યો હતો. અા મામલામાં રાજસ્થાન પોલીસ હવે અાગળની કાર્યવાહી અંગે શું કરે છે તે જોવાનું રહેશે.

ટ્રકમાં લખેલું છે અાહિર અોટો
અા અંગે જે ટ્રક સાંચોર પાસે પકડવામાં અાવી છે તેના નંબર જીને 12 બીટી 7760 છે. તેના કાચ પર અાહિર અોટો લખેલું છે. ત્યારે અા ટ્રક અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે તેવું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો