તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં શરાબની મહેફિલ માણતા 6 યુવકો પકડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના નાગર ચકલામાં એક રહેણાંકમાં રવિવારે રાત્રે શરાબની મહેફિલ માણતા 6 યુવકોને રંગે હાથે ઝડપી પાડી પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે રાત્રે નવ વાગ્યાના અરસામાં પોલીસે બાતમીના આધારે નાગર ચકલાના મોટા ચોકમાં રહેતા અસિત સુરેન્દ્રભાઈ અંતાણીના રહેણાકના મકાનમાં દરોડો પાડ્યો હતો. મકાનની અંદર મકાનમાલિક અસિત અંતાણી (ઉ.વ.48) તથા જ્વલંત ચંદ્રવદન અંતાણી (ઉ.વ.43), રહે. સંસ્કારનગર, યોગીરાજ પાર્ક, ભુજ), ચંદ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.વ.33, ભુજ), કમલેશ જીવુભાઈ ગોસ્વામી (ઉ.વ.44, ગણેશનગર, ભુજ), નીમેષ પરસોત્તમભાઈ ડાભી (ઉ.વ.45, આરટીઓ રીલોકેશન સાઈટ, ભુજ) અને ધીરેન મોહનભાઈ સોલંકી (ઉ.વ.42, રહે. નવી રાવલવાડી, ભુજ) અેમ છઅે યુવકો પીધેલી હાલતમાં દરોડા દરમિયાન ઝડપાઇ ગયા હતા. ભુજ એ ડિવિઝન પોલીસે સ્થળ પરથી પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડની વ્હિસ્કીની બૉટલ કબજે કરી તમામ વિરૂધ ગુનો નોંધી અાગળની તપાસ હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જે.ઝાલાઅે હાથ ધરી છે.

FIRમાં 6 યુવકો જ્યારે ડીઅારમાંથી અેક ગાયબ
મદિરાની મોજ માણતા પકડાયેલા યુવકો અેફઅારઅાઇમાં 6 બતાવાયા છે જ્યારે ડીઅાર રિપોર્ટમાં પાંચ યુવકો બતાવવાયા છે, 6ઠ્ઠો યુવક ધીરેન મોહન સોલંકીનું નામ ગાયબ થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...