• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News 51 thousand was donated to bhuj for its service activities 061621

ભુજની સેવા પ્રવૃતી માટે સંસ્થાને 51 હજારનું દાન મળ્યું

Bhuj News - 51 thousand was donated to bhuj for its service activities 061621

DivyaBhaskar News Network

Nov 09, 2019, 06:16 AM IST
ભુજ | જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રને તાજેતરમાં માતૃશ્રી લીલાવંતીબેન જે. મહેતા તથા સારદાબેન કે. મહેતા તરફથી વિવિધ સેવા પ્રવૃતિ માટે રૂા. એકાવન હજારનું દાન મળ્યુ હતું. પ્રોજેક્ટ ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં ભુજ મધ્યે ત્રિમંદિરના પ્રાંગણમાં સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં દાતા પરિવારના અમનલાલ જે. મહેતાએ રૂા.51000નું દાન આપ્યું હતું. આ અવસરે સંસ્થાના કાર્યકર અશોકભાઇ સંઘવી, દિનેશ શાહ, હિરેન દોશી, વિજય મહેતા, શાંતિલાલ મોતા, સીસી જોશી, કૌશીક મહેતા, જેસી પારેખ, સતીષ ભાટીયા, વિનોદ દોશી વિ ઉપસ્થિત રહ્યા હોવાનું પ્રદિપ દોશીએ જણાવ્યું હતું.

X
Bhuj News - 51 thousand was donated to bhuj for its service activities 061621
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી