તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છ STમાં 47 ડ્રાઈવર્સ અને 115 કંડકટરની ઘટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ અેસ. ટી.માં ડ્રાઈવર્સનું 673 અને કંડકટરનું 650 મંજુર મહેકમ છે. પરંતુ, 47 ડ્રાઈવર્સની અને 115 કંડકટર્સની ઘટ છે. જોકે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમે 2300થી વધુ ખાલી જગ્યા પુરવા અરજીઅો મંગાવી છે, જેથી કચ્છમાં પણ ઘટ નિવારાશે અેવી અાશા જાગી છે.

કચ્છની નેતાગીરીઅે જિલ્લાના પાણી જેવા પ્રાથમિક અને પાયાના પ્રશ્નો ઉપાડવામાં ક્યારેય રસ દાખવ્યો નથી, જેમાં પ્રવાસી સુવિધા તરફ તો ક્યારેય ધ્યાન કેન્દ્રિત કર્યું નથી, જેથી રેલવે અને બસોના સિડ્યુઅલ અને રૂટો કેન્દ્ર અને રાજ્ય સરકાર નક્કી કરે અે પ્રમાણે ચાલ્યા રાખે છે. જિલ્લાની જરૂરિયાતને નજરમાં રાખી ક્યારે વધારો થતો જ નથી. કચ્છ વિસ્તારની દૃષ્ટિઅે સાૈથી મોટો જિલ્લો છે. અેક તાલુકાથી બીજા તાલુકા તો ઠીક પણ અેક ગામથી બીજે ગામ જવા માટે પણ લાંલું અંતર કાપવું પડે છે. અામ છતાં અેસ. ટી. બસની સુવિધા જોઈઅે અેવી નથી. કચ્છ અેસ. ટી.માં ડ્રાઈવર્સનું 673 અને કંડકટરનું 650 મંજુર મહેકમ છે. પરંતુ, 47 ડ્રાઈવર્સની અને 115 કંડકટર્સની ઘટ છે, જેથી સ્વાભાવિક રીતે સિડ્યુઅલ, રૂટો ઉપર વિપરીત અસર પડે. બીજી તરફ નિગમ અેસ. ટી. બસ મારફતે અાવક વધારવા દબાણ કરતી રહે છે. પરંતુ, અાવક વધારવા પૂરતી બસો અને મહેકમ ફાળવતી નથી, જેથી સિડ્યુઅલ અને રૂટો વધતા નથી. સિડ્યુઅલ અને રૂટો વધતા નથી અેટલે અાવક પણ વધતી નથી. ભુજ અને ગાંધીધામ જેવા શહેરોમાં સિટી બસ સંચાલન શરૂ કરે તો પણ અાવક વધી શકે. પરંતુ, નિગમ બસો અને મહેકમ વધારતું નથી તો સિટી બસ સેવાનો વિચાર સુદ્ધા પણ કેમ કરી શકે અેક પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...