• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News 40 years ago on the streets of bhuj tangua was lofty 061009

ભુજના માર્ગો પર 40 વર્ષ પહેલા ટાંગાઅોનો દબદબો હતો !

Bhuj News - 40 years ago on the streets of bhuj tangua was lofty 061009

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
પાટનગર ભુજની રાજાશાહી વખતની અનેક યાદો હવે લુપ્ત થતી જાય છે. તો કેટલીક લુપ્ત થવાની કગાર પર છે. જેમાં ભુજના ઇતિહાસનું સંભારણું બની ગયેલા ટાંગા(ધોડાગાડી)નો પણ સમાવેશ થાય છે.

અેક સમય અેવો હતો જ્યારે ભુજના માર્ગો પર અાવા ટાંગાઅોનો દબદબો હતો. હાલમાં ટુ વ્હીલરો અને ફોર વ્હીલરોના ઉપયોગ કરતાં યુવા વર્ગના લોકોને ભુજમાં ટાંગાનો કેવો દબદબો હતો તે જાણ નહી હોય. અામ તો અા ટાંગો શોલે ફિલ્મના કારણે પણ જાણિતો છે. ભુજમાં પણ લગભગ ચાર દાયકા પહેલા ટાંગા અને ધોડાગાડી માર્ગો પર દોડતા હતા. શહેરમાં ટાંગાઅો માટે અલગ અલગ ટાંગા સ્ટેન્ડો બનાવવામાં અાવ્યા હતા. અેમાય ખાસ તો નાગર ચકલા પાસે કનુભાઇના ડેલાની સામેની જગ્યાને ટાંગા સ્ટેન્ડ કહેવાતું હતું. અાજે પણ હજી મોટી ઉંમરના લોકો અા જગ્યાનો ઉલ્લેખ વાતોમાં ટાંગા સ્ટેન્ડ તરીકે જ કરે છે ! અા સિવાય ટાંગા પાર્કિંગ માટે જુના બસસ્ટેન્ડ, ભીડગેટ, પારેશ્વર જેવી જગ્યાઅો ફાળવવામાં અાવી હતી. અે વખતે ટાંગાની કિંમત લગભગ અેક હજારથી પંદરસો સુધીની અાસ પાસ લેખાતી હતી. જ્યારે અાજે તો ઘોડાઅોની કિંમત લાખોમાં થાય છે.

અેક ઘોડાની હાલની કિંમત અેટલે ત્યારનાં લગભગ અનેક ટાંગા થાય અેટલી છે. અે વખતે ભુજમાં બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, જનરલ હોસ્પિટલ જેવી દૂરની જગ્યાઅોમાં જવા માટે લોકો મોટે ભાગે અા ટાંગામાં સવારી કરતાં. અે વખતે ટાંગામાં પણ પેસેન્જરોનું પાસીંગ મળતું. ત્યારે પણ ચાર પેસેન્જર બેસાડતા અને લગભગ અેક રૂપીયો, દોઢ રૂપીયો અથવા બે રૂપીયા સુધીના ભાડા રહેતા હતા. અે વખતે બારથી પંદર રૂપીયાની કમાણી અા ટાંગાવાળાઅો કરી લેતા. તો ઘણીવાર રાયધણ પાસે કે અન્ય જગ્યાઅે ધોડા કે ટાંગાઅોની રેસ પણ રખાતી. અાજે પણ વડીલો અા ટાંગાની રોચક સવારીની યાદને વાગોળી રહ્યા છે. અા ઘોડાગાડીનું સામ્રાજ્ય 1978 સુધી બરાબર ચાલ્યું પણ બાદમાં રીક્ષાના અાગમને સમયમાં પરીવર્તનના અેંધાણ અાપી દીધા હતા. અાજે અેક માત્ર ટાંગો બાળકોની સવારીના સંગાથે અાનંદ અાપી રહ્યો છે.

શહેરીજનો અેક માસ માટે ટાંગો બાંધી લેતા

વેપારીઅો, વકીલ, ડોક્ટર જેવા વર્ગ ટાંગો માસિક બાંધી લેતા હતા. તો હાલમાં સ્કુલ રિક્ષાની જેમજ વિદ્યાર્થીઅોને પણ લેવા મુકવા માટે માસિક ભાડેથી ચાલતા હતા. વધારામાં ચૂંટણીના પ્રચાર-ઢંઢેરો, જાહેર સભાની જાહેરાત માટે કે ફિલ્મોનાં જાહેરાતના બોર્ડ લઇને માઇક વગાડીને ગલીઅે ગલીઅે જાહેરાત કરતા.

ટાંગાનું પણ લાઇસન્સ લેવું પડતું

ખાસ વાત તો અે છે કે, ટાંગાઅો ચલાવવા માટે ખાસ લાઇસન્સ લેવું પડતું. અે પાટવાડીના નાકા પાસે ડીઅેસપી અોફિસમાં લેવા જવુ પડતુ. ડીઅેસપી જાતે જ ઘોડાની ચકાસણી અને ઘોડાગાડીની હાલત જોયા બાદ તેના પરથી ટાંગા નંબર અાપવામાં અાવતો. ચલાવનારને ખાસ બેઝ(ખિલ્લો) અાપવામાં અાવતો. રાત્રે ટાંગો ચલાવનારે ફાનસ ખાસ રાવું પડતું.

X
Bhuj News - 40 years ago on the streets of bhuj tangua was lofty 061009
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી