તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘ઉમાસર સરોવર’ બન્યું ‘વેસ્ટેજ વોટર સરોવર’

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હમીરસર તળાવમાં અલ્પ વરસાદ થવાના કારણસર જો પાણી સુકાઈ જાય અને જરૂરીયાત ઉભી થાય તો રાજાશાહીના સમયમાં દુરંદેશી વાપરી 24 કુવાનું નિર્માણ કરી અને આ ઉમાસર તળાવનું પાણી ઉપયોગમાં લેવાનું આયોજન કરાયું હતું. વરસાદમાં મિરજાપર તરફથી આવતો પાણીનો પ્રવાહ અહી એકઠું થાય છે. આ જ તળાવમાં છેલ્લા ઘણા સમયથી સુધરાઈએ બનાવેલા ગટર સંપ સ્ટેશન નિષ્ફળ જવાથી ગંદા પાણી ભરાઈ ગયા છે, જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને આસપાસની કોલોનીઓના રહેવાસીઓ ભોગ બને છે.

એક તરફ સરકાર તળાવ બચાવની કામગીરી કરી રહી છે ત્યારે ભુજનું આ સીમ તળાવ તરફ દુર્લક્ષ સેવાતા સ્થાનિકો રોષે ભરાયા છે. વારંવારની રજૂઆત બાદ પણ કોઈ કામગીરી નથી કરાતી તેવો આક્ષેપ કર્યો હતો. ઉમા નગરના રહેવાસીઓએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, આજુબાજુની સોસાયટીઓ સર્જન કાસા, શિવમ નગર, ઉમા નગરનું ગટરનું પાણી સુધરાઈએ બનાવેલા સમ્પીંગ સ્ટેશનમાંથી આગળ મુખ્ય ગટર લાઈનમાં જાય છે. પરંતુ આ માટે વપરાતી મોટર વારંવાર બગડી જતી હોવાથી બધું પાણી ઉમાસર તળાવમાં ઠલવાય છે. સમયસર ગંદુ પાણી ઉલેચવામાં નહિ આવે તો વરસાદની ઋતુમાં લોકોના ઘરમાં આ ડ્રેનેજ વોટર ભરાશે. આ અંગે નગરપાલિકા મુખ્ય અધિકારી નીતિન બોડાતે જણાવ્યું કે, તાત્કાલિક તપાસ કરાવીને સમસ્યા હલ કરશું.

24 કુવાની મુલાકાત પ્રમુખ લતાબેન સાથે એક દિવસ અગાઉ જ કરેલી, તે સુધારણાનું પણ વિચારાધીન છે. હમીરસર તળાવ સાથે સમગ્ર ભુજવાસીઓની લાગણી જોડાયેલી છે ત્યારે જો ઉમાસર અને તેની કુવાઓની મરમ્મત કરવામાં આવે તો જળ સંગ્રહ પણ વધે અને અગામી વર્ષોમાં હમીરસરનું પાણી સુકાય તો ઉમાસરનું પાણી ત્યાં પહોંચાડી શકાય.

ભુજ નગરપાલિકાની તકનીકી ખામીનો ભોગ બને છે ઉમાનગરના રહેવાસીઓ

_photocaption_ભુજની ભાગોળે આવેલા ઉમાસર સરોવરમાં સુધરાઈ દ્વારા ઉલેચાયેલું આસપાસની કોલોનીનું ગટરનું પાણી ઠલવાતા સ્થાનીકોમાં કચવાટ ફેલાયો હતો. } તસવીર પ્રકાશ ભટ્ટ*photocaption*

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો