‘અાધાર કાર્ડમાં ફિંગર પ્રિન્ટની સમસ્યા નિવારો’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં ભચાઉ તાલુકાના કકરવામાં અાધાર કાર્ડ બનાવવા માટે થયેલી ફિંગર પ્રિન્ટની સમસ્યાનો ઉલ્લેખ કરતાં રાપરના ધારાસભ્યે પ્રશ્નના તાત્કાલિક નિરાકરણની માગ કરી છે. અા અંગે કલેક્ટર સમક્ષ રજૂઅાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમના ભચાઉ અને રાપર મત વિસ્તારમાં અનેક લોકોને અાધાર કાર્ડ બનાવવા માટે મુશ્કેલીઅોનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારની દરેક યોજનામાં અા કાર્ડ અતિ અાવશ્યક બન્યો છે. અાધાર કાર્ડ સંબંધિત પ્રશ્નો સેવા સેતુમાં અનેકવાર ઉઠ્યા છે પણ નિવેડો અાવતો ન હોવાનું કહેતાં ધારાસભ્ય સંતોકબેન અારેઠિયાઅે તાકીદે ઉકેલની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...