‘તાલીમબદ્ધ નર્સિંગ સ્ટાફ હોસ્પિટલના હૃદય સમાન છે’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલમાં ઉજવાયેલા નર્સિંગ ડે પ્રસંગે શરીરમાં જે સ્થાન હૃદયનું છે, એવું જ સ્થાન નર્સિંગ સ્ટાફનું છે તેમ જણાવાયું હતું.

ડાયરેક્ટર વી.એસ.ગઢવીએ મુખ્ય મહેમાન પદેથી જણાવ્યું હતુ કે, કોઈપણ હોસ્પિટલને નમૂનેદાર અને પરિણામલક્ષી બનાવવી હશે તો તાલીમબદ્ધ નર્સ સિવાય છૂટકો નથી કેમ કે, દર્દીનું સીધું અનુસંધાન નર્સ સાથે હોય છે. જનરલ હોસ્પિટલમાં પાંચ વર્ષથી વધુ સેવા આપી હોય તેવા ૧૮ નર્સિસનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેડિકલ ડાયરેક્ટર ડો.જ્ઞાનેશ્વર રાવે કહ્યું કે, નર્સની ભૂમિકા દર્દી સાથે માનસિક રીતે જોડાયેલી હોવાથી કાયમી અકબંધ રહેશે. જ્યારે કોલેજના ડીન ગુરદાસ ખીલનાનીએ નર્સના રોલનું મહત્વ સમજાવ્યું હતું. મુખ્ય જીલ્લા તબીબી અધિકારી ડો.કશ્યપ બુચે જણાવ્યું હતું કે, નર્સ દર્દીને માનસિક સાંત્વના આપે છે. આ પ્રસંગે પ્રિન્સીપાલ અંબિકા સી. ડો. જય સંઘવી, અમીરઅલી લોઢીયા વિગેરે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ડો. એન.એન.ભાદરકા, ફકીરમામદ કુંભાર, ડો.ધવલ રાવલ સહિત હોસ્પિટલનાં તબીબો અને નર્સ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...