તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘દિયરને કહેજે મટનની દુકાન બંધ કરી નાખે’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કનૈયાબે ગામે ઘરમાં પ્રવેશી મહિલાને ગામના જ યુવાને કહ્યું કે તારા દિયરને કહેજે પડાણામાં અાવેલી મટનની દુકાન બંધ કરી નાખે. જેથી મહિલાઅે દિયર સાથે તેમને કોઇ સબંધ ન હોવાનો કહેતા ઉશ્કેરાઇ જઇ માર મારતા પદ્ધર પોલીસ મથકે ફરીયાદ નોંધાવાઇ હતી.

પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, કનૈયાબે ગામે રહેતા શકીનાબેન અમીલશા શેખ (ઉ.વ.27) રવીવારે સાંજે ઘરે હતા ત્યારે ગામમાં જ રહેતો નુરશા સુમારશા શેખ (ઉમરાણી) ઘરની અંદર પ્રવેશીને કહ્યું કે, તારા દિયર રસુલ શેખને કહે જે કે પડાણામાં મટન વેંચવાની દુકાન ખોલી છે તે બંધ કરી નાખે.

શકીનાબેને દિયર સાથે કોઇ નાતો ન હોવાનો કહેતા નુરશા ઉશ્કેરાઇ જઇ હાથમાં રહેલી લાકડી ફટકારી માર મારવા લાગ્યો હતો. પતિ છોડાવવા વચ્ચે પડતા તેને પણ માર માર્યો હતો. ઇજાગ્રસ્તે પદ્ધર પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘરમાં ઘુસી માર મારવાના બનાવથી રાડારાડ મચી ગઇ હતી.

મારામારીના આ બનવા અંગે પદ્ધર પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતીમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો