તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજના મુખ્ય 10 રસ્તાઓ પર રાહદારીઓ માટે બને છે ‘પેડેસ્ટ્રીઅન બમ્પ’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

_photocaption_સામાન્ય રીતે વાહનો માટે સ્પીડ બ્રેકર બને તે સાંભળ્યું હશે, પણ રાહદારીઓ માટે પણ બમ્પ બને તે પહેલીવાર વાંચવા મળ્યું હશે. ગુજરાત સરકારની નવી ગાઈડ લાઈન મુજબ ભુજમાં માર્ગ-મકાન વિભાગ હસ્તકના મુખ્ય માર્ગો પર સર્કલ આસપાસ કે જ્યાં રાહદારીઓનો પ્રવાહ વધુ હોય અને વાહનોની ગતિ માર્યાદિત કરવી જરૂરી હોય ત્યાં ખાસ ગતિ અવરોધક બનાવવામાં આવી રહ્યા છે. સરકારી નિર્દેશ અનુસાર આવા સ્થળે દસ મીટર લાંબા અને ચાર ઇંચ ઊંચા બમ્પ બને છે. જેનાથી રાહદારીઓ ઝીબ્રા ક્રોસ કરે ત્યારે રસ્તા પર આવતા વાહનોની ગતિ પર અંકુશ આવે. રાજ્યના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર જે.એમ.સોલંકીએ જણાવ્યું કે, ભુજમાં દસ જગ્યા તારવવામાં આવી છે ત્યાં ‘પેડેસ્ટ્રીઅન બમ્પ’ બનશે. જ્યુબિલી સર્કલ પર ચારે રસ્તા પર વાહનોનો ધસારો આખો દિવસ હોય છે ત્યારે આ ગતિ અવરોધક જરૂરી બન્યા છે. ઘણી જગ્યાએ આડેધડ સ્પીડ બ્રેકર્સ બન્યા છે. જે ખરેખર માર્ગના નિયમો મુજબ પણ નથી. શહેરના ઘણા રસ્તાઓ પર ભુજ સુધરાઈએ ઓટલા જેવા ગતિ અવરોધક બનાવ્યા છે, તેઓ આમાંથી શીખ લે તો ભુજવાસીઓ માટે પણ સારું થાય. }તસવીર : ભાસ્કર*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો