તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જયેશભાઇ જોરદાર’ હોં, નેશનલ હાઇવે પણ સામખિયાળી પાસે બંધ કરાવી દીધો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરજબારી ટોલનાકા પાસે હાલમાં રણવીરસિંઘ, બોમન ઇરાની સહિતના કલાકારો સાથે ‘જયેશભાઇ જોરદાર’ નામની હિન્દી ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલુ છે. તેમાં અમુક શોટ હાઇવે નજીકના લેવાના હોવાથી અેક સાઇડનો હાઇવે બ્લોક કરી દેવામાં અાવતા ૪ કિમી સુધી ટ્રાફિક જામ થઇ ગયો હતો. જેથી નાના મોટા સેંકડો વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઇ રહેવું પડ્યું હતું. જેથી કચ્છમાં ઉતરાયણની રજા માણવા અાવી રહેલા પ્રવાસીઅોમાં નારાજગી જોવા મળી હતી. શૂટિંગ અંદરના જશાપર વાંઢ વાળા રોડ પર ચાલે હતું તો પણ હાઇવે બ્લોક કરી નાખવામાં અાવ્યો હતો.

આ ફિલ્મના શૂટિંગને કારણે સામખિયાળીના ગ્રામલોકો પણ હેરાન થયા હતાં. ટ્રાફિક જામ થયો હોવાથી ગામમાંથી નીકળીને આગળ વધી જ ન શકાય એવી સ્થિતી સર્જાઇ હતી. દરમિયાન, સામખિયાળીના એ.પી.જાડેજાએ જણાવ્યું હતું કે રવિવારે પણ જરૂર પડશે તો નેશનલ હાઇવે ફરી એક વખત બંધ કરવામાં આવશે.

બાજુના ગામડામાં શૂટિંગ અને ધોરીમાર્ગ બંધ કરી દીધો
સ્કૂલ અને અોફિસોમાં ઉતરાયણની ચાર દિવસની સત્તાવાર કે બિનસત્તાવાર રજા હોવાથી સાૈરાષ્ટ્ર અને ગુજરાતના લોકો સફેદ રણ સહિત કચ્છના પ્રવાસ માટે રજા ગાળવા અાવી રહ્યા હતા ત્યારે સુરજબારી ટોલગેટ પર મોરબીનો અેક પરિવાર પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલો રહ્યો હતો. અા પરિવારના ભાવેશભાઇ પટેલે સખત શબ્દોમાં નારાજગી દર્શાવી હતી.

કચ્છમાં ફરવા અાવી રહેલા પ્રવાસીઅોઅે નારાજગી દર્શાવી
ફિલ્મ માટે રસ્તો બંધ કરવા કલેકટરે મંજૂરી અાપી હતી
સુરજબારી ટોલગેટ પાસે અેક રોડ બંધ કરવાની કલેકટર અને નેશનલ હાઇવે અોથોરિટી અોફ ઇન્ડિયા દ્વારા પરવાનગી અપાઇ હોવાનું પોલીસનું કહેવું છે. તેને લીધે નાના મોટા વાહનો બે દિવસથી ટ્રાફિકજામની તકલીફ ભોગવી રહ્યા છે.

બંદોબસ્ત માટે 40-50 પોલીસ જવાનો પણ ફાળવાયા
સામખિયાળી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઅેસઅાઇ અે.પી.જાડેજા સાથે અા ટ્રાફિક બાબતે વાત કરવામાં અાવતા તેમણે કહ્યું હતું કે અેક સાઇડનો હાઇવે શૂટિંગને કારણે બંધ કરવામાં અાવ્યો છે અને તેને લીધે ટ્રાફિક જામ થયો છે. શૂટિંગના બંદોબસ્ત અને સુરક્ષા માટે ૪૦થી ૫૦ પોલીસ જવાનોને પણ તૈનાત કરાયા છે.

રજા ગાળવા કચ્છ આવતા પ્રવાસીઓ પણ ફસાઇ ગયા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો