• Home
  • Kutchh
  • Bhuj
  • Bhuj News - 39border dairy milk money directly deposited to customers39 021139

‘સરહદ ડેરી દૂધના પૈસા સીધા ગ્રાહકોને ખાતાંમાં જમા આપે’

DivyaBhaskar News Network

Mar 16, 2019, 02:11 AM IST
Bhuj News - 39border dairy milk money directly deposited to customers39 021139
ભુજ| કચ્છમાં સહકારી ક્ષેત્રે દૂધ એકઠું કરતી સરહદ ડેરી દ્વારા તેના ગ્રાહકોને દૂધના પૈસા તેમના ખાતાંમાં જમા ન કરાવી મંડળીઓ મારફતે રોકડમાં અપાતા હોવાના મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઇ છે.

સામાજિક અગ્રણી વકીલ એચ.એસ. આહિર મુજબ જ્યારથી સરહદ ડેરી અસ્તિત્વમાં આવી છે ત્યારથી તેના ચેરમેન દ્વારા પોતાના મળતિયાઓને જ દૂધ મંડળીઓ રજિસ્ટર કરાવી અપાય છે અને દૂધ કલેક્શન સેન્ટર પણ અપાયાં છે. ચેરમેન રચના સમયથી એક જ છે અને જ્યાં મળતિયાઓ ન મળે ત્યાં અન્ય ગામના લોકોને મંડળી બનાવી દૂધ એકઠું કરે છે.

કચ્છમાં કાર્યરત ખાનગી ડેરીઓ દ્વારા ગ્રાહકોને દૂધના રૂપિયા સીધા તેમના ખાતાંમાં જમા કરાય છે જ્યારે સરહદ ડેરી દ્વારા આરંભથી જ રૂપિયા દૂધ મંડળીઓના ખાતાંમાં જમા થાય છે અને મંડળીઓ ગ્રાહકોને રોકડા ચૂકવે છે. રાજ્ય રજિસ્ટ્રાર દ્વારા ડાયરેક્ટ મની ટ્રાન્સફરનો પરિપત્ર જાહેર કરાયો હોવા છતાં સરહદ ડેરી દ્વારા તેનો અમલ થતો નથી. મંડળીઓ દૂધ ભરાવનારા દીઠ દૂધ અને રોકડ ઓછાં બતાવી ઘાલમેલ કરે છે. દર વર્ષે જાહેર કરાતું બોનસ પણ મંડળીમાં જ જમા થતું હોવાથી ગ્રાહકો સુધી પહોંચતું જ નથી.

X
Bhuj News - 39border dairy milk money directly deposited to customers39 021139
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી