તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘મોત વંચિત અેક લીલું વૃક્ષ છે રણમાં ઊભું.....’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘‘મોત વંચિત અેક લીલું વૃક્ષ છે રણમાં ઊભું, અેક શીતળ છે વિસામો શ્વાસનું થંભી જવું’ જેવી ઉત્કૃષ્ટ કાવ્ય રચનાઅો સાથે કચ્છને રાજ્યસ્તરે નામના અપાવનારા જેઠાલાલ નોંઘજી પરમાર ‘વંચિત કુકમાવાલા’નું 65ની વયે માધાપર ખાતે અવસાન થતાં સાહિત્ય પ્રેમીઅોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી.

કુકમામાં જન્મેલા અને બાળપણથી પ્રકૃતિપ્રેમી અેવા અા સદ્દગત યુવા અવસ્થામાં વ્રજગજકંધના સંપર્કમાં અાવ્યા બાદ કાવ્ય રચનાનો શોખ કેળવ્યો હતો. જે તે સમયે તેઅો અમૃત ઘાયલ, સમીર, પબુ ગઢવી અને રજનીકાંત ચાડના સંપર્કમાં અાવ્યા બાદ તેમનો કવિની અોળખનો વ્યાપ વધ્યો હતો. ઉચ્ચ કોટિના વાચનની અસર તેમની રચનાઅોમાં છલકતાં રમણિક સોમેશ્વર બાદ તેમનું નામ રાજ્ય સ્તરે ઝળક્યું પરિણામ સ્વરૂપે મોરારીબાપુ દ્વારા યોજાતા અસ્મિતા પર્વમાં હાજર રહેવા અામંત્રણ મળતું. સુરેશ દલાલ જેવા મોટા ગજાના કવિઅે પણ તેમની કાવ્ય રચના અેક મેગેઝિનમાં વિસ્તાર પૂર્વક સમજાવી હતી.

સદ્દગતને અંજલિ અાપતાં તેમના નિકટના મિત્ર રસિકભાઇ મામતોરાઅે જણાવ્યું હતું કે, તેમના ગીતોમાં બાલિકાથી લઇને વૃધ્ધાના પાસા વણી લેવાયા હતા. વર્ષ 1996માં ‘અેક અાંખમાં સન્નાટો’ અને બાદમાં ‘અપર્ણ વૃક્ષ’નામના બે પુસ્તકો પ્રકાશિત થયાં હતા. ‘તું ભલે ન લે પણ અાપી તો જો, અહિંની ઉદાસી પણ વખણાય છે’ જેવી કાવ્ય રચનાઅો સાથે તેમણે ઉત્કૃષ્ટ સર્જન શક્તિનો પરિચય અાપ્યો હતો. જીઇબીમાં અેપ્રેન્ટિસ તરીકે તાલીમ મેળવ્યા બાદ ભુજ પાલિકામાં નોકરી શરૂ કરી અને નિવૃત્ત પણ થયા તે દરમિયાન તેમને મોટે ભાગે પાણીના સમ્પ પર ફરજ પર મુકાતાં અેકાંત અને પ્રકૃતિ વચ્ચે તેમની કાવ્ય લેખન કલા ખીલી હતી. 300 જેટલા કવિ સંમેલન ઉપરાંત અાકાશવાણી અને દૂરદર્શન પર કાવ્ય રચનાની પ્રસ્તૂતિ કરનારા અા કવિ પોતાની પાછળ ત્રણ પુત્રી અને પત્નીને કલ્પાંત કરતા છોડી ગયા છે.

નિકટનો મિત્ર ‘અેક અાંખમાં સન્નાટો’ પુસ્તક હાથમાં અાપીને બન્ને અાંખોમાં સન્નાટો અાપતો ગયો છે તેમ શ્રધ્ધાંજલિ અાપતા રસિકભાઇ મામતોરાઅે જણાવ્યું હતું.

જાણીતા કાવ્ય સર્જક ‘વંચિત કુકમાવાલા’નું અવસાન
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો