તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માધાપરમાં ઘરની બહાર પડેલી કારમાંથી 37800નો દારૂ પકડાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે રવીવારે ભુજની ભાગોળે માધાપર જુનાવાસ અને ગડા પાટીયા પાસે જુદા જુદા બે દરોડા પાડી દારૂનો જથ્થો પકડી આરોપીઓની અટકાયત કરી હતી.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એલસીબીની એક ટીમ ભુજની ભાગોળે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન માધાપર જુનાવાસ વિશાલનગરમાં રહેતો હરેશ ઉર્ફે બોબી અશોક લખવાણી (સિંધી)એ ઇંગ્લિશ દારૂનો જથ્થો વેચાણ માટે પોતાના ઘરની સામે એક ફોર વ્હીલર કાર નં જીજે 7 આર 9188માં રાખ્યો હોવાની બાતમી મળી હતી. સ્થળ પર જઇને એલસીબીએ હરેશના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. તે બહાર આવતા કારની તપાસ કરવામાં આવતા આરોપી હરેશ, ઉ.વ.31, રહે.વિશાલનગર, મ.નં.13, જુનાવાસ, માધાપરના કબ્જાની 50000ના મૂલ્યની ફોર વ્હીલર કારમાંથી 37800ની કિંમતની ઇંગ્લિશ દારૂની પાર્ટી સ્પેશ્યલ ડિલક્ષ વ્હીસ્કીની 750 એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ 108, 500ની કિંમતના સેમસંગ કંપનીનો 1 મોબાઇલ ફોન મળીને રૂા.88,300ના મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો