3 PI કક્ષાના પોલીસ મથકો મંજૂર

Bhuj News - 3 pi level police stations approved 061007

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:10 AM IST
કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્દઢ બને તે હેતુથી વિવિધ જિલ્લાઓમાં જરૂરીયાત મુજબ રાજ્યના 11 જિલ્લાઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના 16 નવા પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 8 જિલ્લાના 8 પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં અાવી છે. જેમાં કચ્છમાં અેક સાથે ત્રણ નવા પોલીસ મથકોની મંજૂરી અાપવામાં અાવી છે.

ભાૈગોલિક રીતે પણ કચ્છ ખૂબ જ મોટુ ક્ષેત્રફળ ધરાવે છે. જેને રાખીને ગુજરાત પોલીસના આધુનિકરણની સાથે તેના મહેકમ અને પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાની તાતી જરૂરીયાત ઉભી થઇ રહી છે. જેના ભાગરૂપે આ નવા પોલીસ સ્ટેશન, નવી આઉટ પોસ્ટ પોલીસ ચોકી અને હાલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર થી પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવાનો નિર્ણય રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્યમાં કુલ 16 પીઅાઇ કક્ષાના પોલીસ મથકોની જાહેરાત કરાઇ છે. જેમાં કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર, ભુજ તાલુકાના માધાપર અને માંડવી તાલુકાના કોડાયનો સમાવેશ કરવામાં અાવ્યો છે. તો અાઠ પોલીસ મથકોમાં પીઅાઇના ગ્રેડમાં અપગ્રેડ કરાયા છે. જેમાં નખત્રાણા પોલીસ મથકનો સમાવેશ કરાયો છે. સાત નવી અાઉટ પોસ્ટ પણ મંજૂર કરાઇ છે. જોકે તેમાં કચ્છના કોઇ વિસ્તારને સમાવેશ કરાયો નથી.

પૂર્વ કચ્છ જિલ્લામાં કોઇ અપગ્રેડ નહી !

ગુહમંત્રીઅે કરેલી જાહેરાતમાં તમામ પોલીસ મથકો પશ્ચિક કચ્છ જિલ્લાના છે. પરંતુ જ્યા ગુનાખોરી વધારે છે તેવા પૂર્વ કચ્છમાં કોઇ નવું પોલીસ મથક કે હાલના પોલીસ મથકને અપગ્રેડ કરવાની કોઇ જાહેરાત ન કરાતા અાશ્ચર્ય ફેલાયુ છે.

પોસ્ટ ભરાય તે પણ જરૂરી

કચ્છમાં અામ તો અનેક પોલીસ મથકોમાં પીઅાઇની પોસ્ટ છે. પરંતુ અનેક વખત મહિનાઅો સુધી પીઅેસઅાઇને ચાર્જ સોંપી ગાડું ગબડાવવામાં અાવે છે. જેમાં અધિકારીઅોની ઘટ સહિતના કારણો જવાબદાર છે. ત્યારે માત્ર પોલીસ મથકો અાપવાની સાથે કર્મચારીઅોની ભરતી પણ કરવામાં અાવે તે જરૂરી છે.

X
Bhuj News - 3 pi level police stations approved 061007
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી