તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

25 લાખના દાગીનાની ચોરી કરનાર 3 ઝબ્બે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયામાં 10 દિવસ પૂર્વે ભુજ જતી એસટી બસમાંથી રૂ.25 લાખનાં દાગીના ભરેલા એક થેલા લઈ બે પેસેન્જર કારમાં ફરાર થઇ ગયા હતા આ બનાવમાં એલસીબી અને માળિયા પોલિસે ત્રણ આરોપીને ઝડપી લીધાં હતાં.બનાવની મળતી માહિતી મુજબ ગત 2 એપ્રિલના રોજ એચ પ્રવીણ કુમાર આંગડિયા પેઢીનો કર્મચારી રોહિતપુરી ઉમેદપુરી ભુજની તેની અન્ય બ્રાંચમાં સોના ચાંદીના રુ.25 લાખનાં દાગીના લઈ રાજકોટથી ભુજ જવા એસટી બસમાં બેઠો હતો અને તે દરમિયાન અન્ય બે શખ્સ પણ સાથે બસમાં આવ્યા હતા

રાત્રીના 1 વાગ્યાની આસપાસ માળિયા કંડલા હાઈવે પર માધવ હોટલ બસ ચા નાસ્તા માટે ઉભી રાખી હતી તે દરમિયાન રોહિત બસમાંથી ઉતર્યા તે દરમિયાન બે અજાણ્યા શખ્સો આ થેલાની ઉઠાંતરી કરીને સફેદ કલરની કારમાં નાસી છૂટ્યા હતા. આ મામલે માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે માળિયા પોલીસ અને એલસીબીએ આ ગુનાની તપાસ કરી હતી અને અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેઝ આને અન્ય ટેકનીકલ ટીમની મદદથી પોલીસ ચોક્કસ બાતમી આધારે પાટણ જિલ્લાના સુણસર વતની ભગવતસિંહ જોરાજી ઝાલા,મહેસાણાનાં બોદલા વતની જયંતિ બાબુ રાવળ, મહેસાણા નાગલપુર નાં વતનીમુકેશ બાબુજી ઠાકોરને ઝડપી લીધા હતા અને પોલીસે આ ત્રણેય આરોપીઓ પાસેથી રૂ. ૧૨.૨૯ લાખના સોના ચાંદીના દાગીના રિકવર કર્યા છે.

ઉપરાંત રૂ. ૧ લાખની કિંમતની કાર પણ જપ્ત કરી હતી.આરોપીઓની પૂછપરછ કરતા તેને આંગડિયા પેઢીના પુર્વ કર્મચારી મદારસિંગ ઘુડાજી ઝાલા સમગ્ર ગુનાનો માસ્ટર માઈન્ડ હોવાનું જણાવ્યું હતું અને તેને અગાઉથી પુર્વ આયોજિત કાવતરું રચી અન્ય એક આરોપી અરવિંદ અદુજી ઠાકોર સાથે મળી ઘટનાને અંજામ આપ્યા હોવાની કબૂલાત આપી હતી.ઝડપાયેલ આરોપી જયંતિની અગાઉ અમદાવાદ બગોદરા હાઇવે ની 22 કરોડની લૂંટ માં પણ સંડોવણી હોવાનું ખુલ્યું હતું

અન્ય સમાચારો પણ છે...