કચ્છના પ્રવેશદ્વારે જ પકડાયો 22.59 લાખનો વિદેશી શરાબ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાગડ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં પોલીસે વધુ એક વાર મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો છે, જેમાં સામખિયાળી નજીક શિકારપુર પાસે ડમ્પરમાં કપચીની ઓથમાં છુપાવેલા રૂ.22.59 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડમ્પર ચાલકને પકડી તેના કબજામાંથી ડમ્પર, બે મોબાઇલ અને રૂ.9,500 રોકડ મળી કુલ રૂ.37.70 લાખનો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ ગુનો નોંધાવતાં ફરી સ્થાનિક પોલીસ ઉંઘતી
ઝડપાઇ છે.

એલસીબી પીઆઇ ડી.વી.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, બાતમીના આધારે સામખિયાળી- માળીયા હાઇવે પર શિકારપુર પાસે જીજે-08-એયુ-0889 નંબરના ડમ્પરની તલાસી લેતાં તેમાં ઉપરના ભાગે ભરેલી કપચી નીચે ભરેલા રૂ.22,59,600 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 7,988 બોટલો મળી આવી હતી.

દારૂનો મોટો જથ્થો મળી આવતાં તેના ચાલક મુળ રાજસ્થાન બાડમેરના મંગલારામ હીરકનરામ બિશ્નોઇની અટક કરી પ્રાથમિક પુછ પરછમાં આ દારૂનો જથ્થો રાજસ્થાન જાલોરના સેતનારામ ભગીરથરામ બીશ્નોઇએ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પકડાયેલા ચાલક પાસેથી રૂ.15 લાખની કિંમતનું ડમ્પર, રૂ.1,000 ની કિંમતના બે મોબાઇલ અને રૂ.9,500 રોકડ રકમ સહિત કુલ રૂ.37,70,100 નો મુદ્દામાલ કબજે કરી આ ડમ્પરના ચાલક, જથ્થો મોકલનાર અને આ જથ્થો મંગાવનાર ત્રણે વિરૂધ્ધ ગુનો નોંધાવી વધુ તપાસ સામખિયાળી પોલીસને સોંપી હતી. આ કામગીરીમાં પીઆઇ રાણા સાથે પીએસઆઇ એમ.એસ.રાણા તથા એલસીબીનો સ્ટાફ
જોડાયો હતો.

કપચી ભરેલું ડમ્પર ખાણ ખનિજ વિભાગે રોક્યું હતું

એલસીબીની ટીમ દ્વારા જે ડમ્પર દારૂના જથ્થા સાથે પકડાયું તે ડમ્પરમાં ઉપર કપચી ભરેલી હતી જેને ખાણ ખનિજ વિભાગની ટીમે રોકી રોયલ્ટી બાબતે પુછી ઉભું રખાવ્યું હતું જેમાં ડમ્પર ચાલકે તેના રાજસ્થાન ખાતે તેના શેઠ સાથે વાત કરી ખાણ ખનિજ વિભાગ પાસેથી ગાડી છોડાવી તેના શેઠે મોરબી જવાનું કહેતાં તે મરબી જઇ રહ્યો હતો ત્યારે બાતમીના આધારે એલસીબીએ આ ડમ્પરને રોકી તેમાંથી 22.59 લાખનો દારૂ મળી આવ્યો હતો.

પૂર્વ કચ્છ એલસીબીએ શિકારપુર પાસેથી બુટલેગરના ‘માલ’નો ‘શિકાર’ કર્યો

ડમ્પરમાં ઉપર કાકરી અને નીચે બનાવ્યું હતું દારૂ છુપાવવાનું ગુપ્ત ભોયરૂં !

ડમ્પરમાં ઉપર એક ફુટના પાર્ટિશનમાં કાંકરી ભરી હતી

દારૂના ધંધાર્થીઓ જથ્થો હેરાફેરી માટે અનેક કિમીયા અજમાવતા હોય છે પોલીસને થાપ આપવા , કોઇક દૂધના ટેન્કરમાં દારૂના જથ્થાની હેરફેર કરે, તો ગાંધીધામમાં થોડાક સમય પહેલાં ટેન્કરની ડિઝલ ટેન્કની બાજુમાં જ તેના જેવી જ ટેન્ક બનાવી દારુની હેરફેર ઝડપાઇ હતી તો શિકારપુર નજીકથી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા ડમ્પરમાં ઉપર એક ફૂટનું પાર્ટિશન કરી તેમાં કપચી (કાંકરી) ભરી હતી જેથી જોનારને એમ લાગે કે કાંકરી ભરીને જાય છે પણ એક ફૂટ નીચે ખાલી જગ્યા હતી તેમાં દારુનો જથ્થો ભરાયેલો હતો.

કિમીઓ

{ ...આ ભોંયરામાં બૂટલેગરે આસાનીથી દારૂ છુપાવ્યો હતો. ડમ્પરની અંદરનું આ ભોંયરૂ પણ ખાસું એવું મોટું હતું. આખી સંરચના એવી હતી કે પ્રથમ દ્રષ્ટિએ કોઇને ખ્યાલ જ ન આવે કે આ વાહનમાં દારૂ ભરેલો હશે.

{...પોલીસે એકાદ ફૂટ જેટલી કાંકરી સહેજ હટાવતા ડમ્પરમાં એક મસ મોટું ભોંયરૂં મળી આવ્યું હતું...

{બનાસકાંઠા જિલ્લાના કોઇ મોહનલાલની માલિકી આ ડમ્પરમાં ઉપરથી જોતા એમ જ લાગે કે તેમાં કાંકરી ભરેલી છે પણ અંદરની વાત કાંઇક અલગ જ હતી...
અન્ય સમાચારો પણ છે...