તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Bhuj News 20 Couples Step In To Dominate Kutch Vagad Lohan Mahajan39s Wedding 061553

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ વાગડ લોહાણા મહાજનના લગ્નોત્સવમાં 20 યુગલોઅે પ્રભુતામાં પગલાં માંડ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ભચાઉમાં વાગડ વિસ્તારના લોહાણા જ્ઞાતિનો સમૂહ ધરાવતી સંસ્થા અખિલ ગુજરાત કચ્છ વાગડ લોહાણા મહાજનના નેજા હેઠળ 23મોં સમૂહલગ્નોત્સવ ભચાઉ લોહાણા મહાજનના યજમાન પદે ઉજવવામાં આવ્યો હતો. આ સમૂહલગ્નમાં 20 યુગલો જોડાયા હતા. આ પ્રસંગે આર્શીવચન આપવા જાનકીદાસજી મહારાજ અને ત્રિકાળદાસજી મહારાજ પધાર્યાં હતા.

આ પ્રસંગે પ્રમુખ ભરતભાઈ ઠક્કરે જણાવેલ કે સમાજની યુવા શક્તિ, નારી શક્તિ, કર્મ શક્તિના લીધે કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો છે તેમજ આયોજક સંસ્થાના પ્રમુખ ગીરીશભાઈ દૈયાએ જણાવેલ કે સમૂહલગ્નના કારણે સમય, શક્તિ અને લક્ષ્મીનો બચાવ થાય છે અને સમાજમાં સંગઠનની ભાવના ઉત્પન્ન થાય છે. આ પ્રસંગે માજી સાંસદ ઉષાબેન ઠક્કર અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યે પ્રેરક ઉદબોધન આપ્યું હતું. ગુજરાત મહાજનના મંત્રી મુકેશભાઈ હાલાણીએ જણાવેલ કે સમૂહલગ્નના ખર્ચ બાદ વધતી રકમનો ઉપયોગ જ્ઞાતિના જરૂરિયાતમંદોના શિક્ષણ અને મેડિકલ સેવામાં થાય છે. સમૂહલગ્નના ચેરમેન અશ્વિનભાઈ અનમ, કન્વીનર જીતેન્દ્રભાઈ જોબનપુત્રા અને સહકન્વીનર ભરતભાઈ પૂજારાના સહયોગ બદલ જ્ઞાતિજનોએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે પંકજભાઈ ઠક્કર(અ.ક. રઘુવંશી સોશ્યિલ ગ્રુપ પ્રમુખ), પ્રવીણભાઈ પોપટ, ધીરુભાઈ ઘટ્ટા, પ્રવીણભાઈ ચંદે, નવીનભાઈ આઇયા, મોહનભાઇ રાજદે, કે.સી.ઠક્કર, ભચાઉ પાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, રાજેશભાઈ પલણ, નવીનભાઈ ચંદે વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આ આયોજન વ્યવસ્થામાં વિશાલ કોટક, સુશીલાબેન અનમ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત મહાજનના મહામંત્રી નવીનભાઈ ઠક્કર અને આભારવિધિ અશ્વિનભાઈ અનમે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો