તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ તાલુકાના માર્ગ વિસ્તૃતિકરણ અર્થે 18 કરોડ મંજૂર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજ | ભુજ તાલુકાના મહત્વના માર્ગના વિસ્તૃતિકરણ અર્થે રાજ્ય સરકાર દ્વારા 18 કરોડ મંજૂર કરાયા છે. ભુજ તાલુકાના ભીરંડીયારા-હોડકો-ધોરડોના 27 કિમીના માર્ગને 10મી. સુધી પહોળો કરવા 10 કરોડ તેમજ કેરા-નારણપરનો 8 કિમીનો રોડ 7મી. સુધી પહોળો કરવા 8 કરોડ એમ કુલ 18 કરોડની ફાળવણી કરાતાં આ વિસ્તારના લોકોમાં ખુશીની લાગણી વ્યાપી છે. ધોરડો પ્રવાસનનું હબ છે ત્યારે ભીરંડીયારાથી ધોરડોનો માર્ગ પહોળો થવાથી રણોત્સવ દરમિયાન જે ટ્રાફિક અને નાના-મોટા અકસ્માતો થાય છે તે સમસ્યાનું નિરાકરણ થઇ જશે તેવી આશા સેવાય છે. ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો